________________
હે સદા આનંદી સ્વામી ! પાટ-પદવી-પરિવારનું પૌગલિક સુખ પણ મને ના જોઈએ. ભક્તવર્તુળ-અનુયાયીવૃંદનું પ્રતિભાસિક સુખ પણ મારે માટે નકામું છે. તે મને ન જોઈએ. દેહાધ્યાસ, કામાંધ્યાસ, નામાવ્યાસ, રૂપાધ્યાસ, વિકલ્પાધ્યાસનું બેધ્યાન સુખ પણ મારે ન જોઈએ. ભૌતિકકપોલકલ્પિત-પૌદ્ગલિક-કર્મજન્ય ક્ષણભંગુર સુખ તો નથી જ જોઈતું. પરંતુ શક્તિ-લબ્ધિ-રિદ્ધિ-સિદ્ધિઓનું જે સ્વભાવભ્રષ્ટકારક સુખ, તેની પણ મને કોઈ જ કામના નથી. બાહ્ય પોકળ સુખની કશી જ અભિલાષા નથી.
હે પરમજ્યોતિર્મય પ્રભુ ! કર્મની ભેળસેળ વિનાનો, અદ્વિતીય, નિરુપાધિક, સ્વભાવિક, શાશ્વત અને સહજ એવો એકમાત્ર આત્માનંદ જ મને જોઈએ. આપની અનન્ય કૃપાદૃષ્ટિથી હવે મારું લક્ષ્ય બહુ જ સુનિશ્ચિત થયેલ છે. મારે મારું ધ્યેય સ્વમમાં ય બદલવું નથી.
તો પણ કર્મોદયના ધક્કાના લીધે, અનાદિકાલીન વિપરીત અભ્યાસના લીધે, કુસંસ્કારના જોરના કારણે ઘણી વાર બહારમાં સુખની બુદ્ધિ હજુ થઈ જાય છે. “એ ખોટું છે.” એમ જાણવા છતાં એવું થઈ જ જાય છે.
ઓ મારા પરમ નાથ ! એક કૃપા કર. બહારમાં કયાંય પણ મને સુખ લાગે જ નહિ. શુદ્ધ આત્મા સિવાય બીજું કશું જ ઉપાદેયરૂપે ગમે નહિ. બીજે ચેન પડે જ નહિ. બીજું કશું અંતરથી કદાપિ રુચે નહિ- એવી આત્મદશા પ્રગટે, ટકે, વધે એવી કૃપાદૃષ્ટિ કર. બાકીનું હું સંભાળી લઈશ.
ઓ પરહિતસ્વી ! ઊંડે ઊંડે અંતરમાં ઈચ્છા તો એટલી જ છે કે મારી પાસેથી તું જે કાંઈ છોડાવવા માંગે છે તેને હું ભૂલથી પણ પકડી ના બેસું. જયાંથી મારી દૃષ્ટિ તું ખસેડવા ઈચ્છે છે ત્યાં હું અજાણતા પણ દષ્ટિપાત ના કરું. તું જે મને દેખાડવા માગે છે, જ્યાં મારી દષ્ટિ સ્થિર કરાવવા માગે છે ત્યાંથી મારી દષ્ટિ કદાપિ ખસી ના જાઓ. ત્યાં જ મારી દષ્ટિ, વૃત્તિ, પરિણતિ, ઉપયોગ જામી જાવ. મારા અંતરના ભાવ તમારાથી ખસીને બીજે કશે ના વળો. કારણ કે મારે તારો સાક્ષાત્કાર કરવો છે, નિર્વિકલ્પક સ્વાનુભવ કરવો છે, નિર્વિકલ્પદશાના શિખરે કાયમ આરૂઢ થવું છે. એ માટે આપ જે કહો તે કરવાની મારી હાર્દિક તૈયારી છે. તારી બિનશરતી શરણાગતિ છે. કૃપા કરીને આપ નિર્વિકલ્પદશાને આત્મસાત કરવાનો માર્ગ પ્રકાશો. અનુગ્રહ કરો. મારા સ્વામી ! અનુગ્રહ કરો.
A.
3વાદી નાર | (ાવાર - શરૂા?)
૬૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org