________________
૧૩. અનેક પ્રકારનું અને વિવિધ વિશેષણવાળું સુખ નથી જોઈતું.
ઓ હૃદયવિશ્રામી ! કેટલું બધું ખુલ્લું કહી દીધું. બધું જ ઉઘાડું અને રોકડું આપી દીધું ! વાહ મારા સ્વામી ! માર્ગ ચોક્ખો બતાવવાનો આપે અમાપ અને અનંત ઉપકાર કર્યો. તારી માર્મિક વાત સાંભળી. વાણી દ્વારા. થયેલી તારી કૃપાને અનુભવી.
આત્મસાક્ષાત્કાર માટેનો માર્ગ સમજાયો, પરમસત્યરૂપે પ્રતીત થયો. હવે મારે પણ મારા હૃદયને તારી પાસે ખોલી નાંખવું છે. મારા પ્રભુ ! મારે બીજું કશું પણ ન જોઈએ. મને મારો ખોવાયેલો આત્મા જોઈએ છે. ભૂલાયેલો શુદ્ધ આત્મા જોઈએ છે. માત્ર આત્મા જ પ્રગટ કરવો છે. એ સિવાય બીજું કશું ય મને ના ખપે.
હે જ્ઞાનાનંદી ! અનાદિકાળથી પ્રિય માનેલું દેહનું – દેહાધ્યાસનું કલ્પિત સુખ, વાણીવિલાસનું શાબ્દિક સુખ, બુદ્ધિવિલાસનું બૌદ્ધિક સુખ, કુવિકલ્પોનું કૃત્રિમ સુખ, રાગાદિદશાનું વૈભાવિક સુખ, સ્વપ્રનું બેભાન સુખ કે નિદ્રાનું અન્ન સુખ, આળસનું રાજસિક સુખ, કામવાસનાનું નિર્લજ્જ સુખ, અધિકારવૃત્તિનું ક્ષણિક સુખ, કષાયના આવેશનું તામસી સુખ, માન-સન્માનનું ભ્રાન્ત સુખ મારે નથી જ જોઈતું.
હે સહજાનંદી ! વિષય-કષાયની ખણજ પોષવાથી મળતું કાલ્પનિક સુખ, ઝાંઝવાના જળ જેવું પ્રસિદ્ધિનું સુખ, ઋદ્ધિ-રસ-શાતા ગારવનું રખડાવનાર સુખ, પુણ્યના નશામાં ચકચૂર રહેવાનું બેહોશ સુખ, પ્રમાદનું ઝેરી સુખ, સંકલ્પ-વિકલ્પનું આભાસિક સુખ, આવડત-હોંશીયારીમાં મગરુર રહેવાનું લલચામણું સુખ, અહંકારનું ત્રાસદાયક સુખ, પ્રલોભનનું અતૃપ્ત સુખ, સૌભાગ્ય-સુસ્વર-આદેય નામકર્મ દ્વારા મળતું ક્ષણિક સુખ, પરાઘાતનામ કર્મ દ્વારા મળતું સળગતું સુખ, સત્તા-સંપત્તિ-સૌંદર્ય-સ્વાસ્થ્ય-સંબંધ વગેરેનું વ્યાવહારિક સુખ, ભોગોપભોગનું તીવ્ર-વિષમય સુખ મારે નથી જ જોઈતું.
હે પૂર્ણાનંદી ! બીજા ઉપર છવાઈ જવાની વૃત્તિનું મારક સુખ, ચાર સંજ્ઞાઓ પોષવા દ્વારા મળતું શુદ્ધિનાશક સુખ સ્વપ્રમાં ય ન જોઈએ. ત્રણ શલ્યનું કાંટાળું સુખ પણ નથી જ જોઈતું. ભૂતકાળની સ્મૃતિ, ભવિષ્યની આશા-કલ્પના, વર્તમાનના સંકલ્પ-વિકલ્પમાં મહાલવાનું ભટકાવનાર સુખ પણ મારે નથી જ જોઈતું. અનાદિકાલીન વિપર્યાસ, ગેરસમજ, બહિવૃત્તિ, દેહાત્મભ્રાન્તિનું તુચ્છ સુખ પણ ન જ જોઈએ. દેહજગત, ઈન્દ્રિયજગત અને મનોજગતનું બિહામણું સુખ પણ નથી જોઈતું.
Jain Education International
For Private & Personal Use Only
૫૯
www.jainelibrary.org