________________
આત્મગુણવૈભવ ખીલશે, ખીલવા માટે તલસાટ કરશે ત્યારે હું પણ સિદ્ધશીલામાં કાયમ મારી પાસે વસવાટ કરવા બોલાવી લઈશ. પછી પરમાત્મદર્શન-સ્વાનુભૂતિ વિના એક પણ ક્ષણ નહિ જાય. માટે આત્મમય બની જવાનો, અંદરમાં ઊંડા ઉતરવાનો ભગીરથ પુરુષાર્થ કર્યે જ જા. વારંવાર આત્મસ્વભાવમાં રહે તો સ્વભાવ પ્રગટે અને વિભાવમાં રહે તો વિભાવ પ્રગટે.
વત્સ ! જેમ જેમ વૈરાગ્ય વધશે, જ્ઞાનગર્ભિત વૈરાગ્યદશા વધશે, સર્વત્ર અસંગ વૃત્તિ અને અપ્રતિબદ્ધતા દશા વધશે તેમ તેમ તમામ સંશયના ઉકેલ અને ઉપરનો માર્ગ આપોઆપ મળશે. ઉકેલ મેળવવાની સામગ્રી મળશે, ગમશે, પરિણમશે. ઉકેલ કામ લાગશે. માટે હાલના તબક્કે બીજા બધા પ્રયત્નો છોડી, પુણ્યોદયમાં ખેંચાયા વિના, શાતા અને સન્માનમાં ખોટી થયા વગર, બીજા બધા પ્રયત્નો છોડી, આત્મજ્ઞાનપૂર્વક વૈરાગ્ય અને અસંગદશા વધારવામાં ઊંડો ઉતરી જા. તારું કામ થઈ જ જશે.
પ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org