________________
પણ તેને ક્યારેય માણી શકાતી નથી. વિશુદ્ધ અનુભવ વિના અતીન્દ્રિય આત્મતત્ત્વ પકડાતું નથી. સ્વાનુભૂતિમાં તો અંદરમાંથી પૂર્વે ન અનુભવેલું આત્માનું જુદું જ સ્વરૂપ ભાસે, જે લક્ષરૂપે સતત યાદ રહે, નિરંતર સંસ્કારરૂપે વણાયેલ રહે અને સ્મૃતિમાં આવતા સાડા ત્રણ કરોડ રૂંવાડા ઊભા થયા વિના ના રહે, રોમરાજી વિકસ્વર બને. વ્યવહારથી આ અપૂર્વ ભાવ-પરિણામ આંશિક સ્વાનુભૂતિનું જ્ઞાપક છે. ત્યાર બાદ ઉચ્ચતમ અદ્ભુત આત્મદશા પ્રગટે. અંતરમાંથી તમામ આકુળતા છૂટી જાય. અલૌકિક શાંતિનું સંવેદન થાય. અંદરમાંથી તાત્ત્વિક આનંદ સતત પ્રગટ્યા જ કરે. ‘તુંહી તુંહી” એવું મનન કરવાનો પણ ત્યાં અવકાશ નથી.
પરંતુ સ્વાનુભૂતિની અધીરાઈ હોય એને છેતરાઈ જવાના, મિથ્યા સંતોષના ઘણા સ્થાનો છે. જાતના અનુભવોનું બીજા પાસે પ્રદર્શન કરવામાં પણ રોકાઈશ નહિ. કોઈને દેખાડવા કે મનાવવા માટે કાંઈ નહિ કરતો. આત્મ- સાધનામાં થતા અનુભવો એ કાંઈ દેખાડવાનો કે પ્રદર્શન કરવાનો માર્ગ નથી. અંતરમાંથી આવવું જોઈએ કે એકમાત્ર આત્માને ખાતર કરવાનું છે, દેખાડવા માટે નહિ. વાસના, અહંકાર, પ્રસિદ્ધિની ભૂખ વગેરે વિભાવવૃત્તિ ઉપર અત્યાર સુધી જેટલો પ્રેમ કરેલ છે તે કરતાં અનંતગણો પ્રેમ પરમાત્મા, પરમાર્થમાર્ગ, આત્મસ્વરૂપ પ્રત્યે કરવાની જરૂર છે. બધે જ સતત શુદ્ધાત્માને ઢંઢોળીશ તો તે દર્શન દેશે જ. આત્મઝંખનાના સંસ્કાર ઊંડા પાડીશ તો આત્મસાક્ષાત્કાર થયે જ છુટકો. તે માટે સર્વત્ર “મને શુદ્ધ ચૈતન્યનો લાભ કેમ થાય ?' એમ આત્મકલ્યાણ ઉપર તારી દૃષ્ટિને કેન્દ્રિત કરજે. તે રીતે અંદરમાં ઉતરવા દ્વારા આત્મમય-શુદ્ધ ગુણમય બની જા.
જેમ ભમરાને ગુલાબ બોલાવતું નથી પણ પોતાના સ્વરૂપમાં ગુલાબ પૂર્ણપણે ખીલે છે ને ભમરાઓ આપમેળે ખેંચાઈને આવે છે. ક્રિકેટની મેચમાં સારામાં સારી રીતે ખીલી ઉઠે તેને ક્રિકેટ બોર્ડ સામેથી મેચમાં સ્થાન આપે છે. બેન્ડવાળા પણ લોકો અમને બોલાવશે કે નહિ? અમને લોકો કેમ બોલાવતા નથી ?' તેની ફરિયાદ કરવાના બદલે જોરદાર પ્રેકટીસ કરીને સારા પ્રોગ્રામ તૈયાર કરવામાં લાગી જાય છે અને લોકો તમને પ્રસંગે સામેથી બોલાવે છે. શરદ પુનમનો ચાંદ સોળે કળાએ ખીલે છે ત્યારે લોકો સામે ચાલીને તેની કદર કરે છે. તેમ તું પણ અંતરંગ પુરુષાર્થ કરી પૂર્ણપણે આત્મસૌંદર્ય-ગુણસોંદર્ય ખીલવવા લાગી જા. સોળે કળાએ સમગ્રપણે
પs www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only