________________
હૃદયમાં તુચ્છ, ક્ષણભંગુર, અસાર, નુકશાનકારી, આત્મરંગમાં ભંગ પડાવનાર લાગે અને અંતરંગ ચૈતન્યવૃત્તિ અંદરથી હૃદયને ભેદીને, ગ્રંથિને છેદીને નિર્ભયતાથી શુદ્ધ સ્વભાવ તરફ દોડે-કૂદ-ઉછળે-ઉડે એટલે આત્મા પોતાનામાં આત્મભાવે, શુદ્ધ ચૈતન્યરૂપે પરિણમવા માંડે.
નજીકના અનેક ભવથી જે જીવ મજબૂત અને વિશુદ્ધ આરાધના કરીને આવેલ છે તેના માટે આ ક્રમ છે. પરંતુ આરાધનાના સંસ્કાર જેના જાગૃત. નથી થયા કે આરાધનાના સંસ્કાર જેણે નથી પાડેલા તેવા જીવને શ્રવણસમજણ-વિચાર-મનન દ્વારા વિષયાનંદ વગેરે અશુદ્ધ ભાવોમાંથી રુચિ ઉડે, પ્રેમ મંદ પડે તો આત્મા પ્રત્યે પ્રીતિ થાય. આત્માનો અપૂર્વ મહિમા આવે, આત્મા’ શબ્દ સાંભળતાં જ રૂંવાડા ઊભા થાય આત્માનો વિચાર આવતાં આંખે આંસુ આવી જાય. આત્માના પ્રદેશ-પ્રદેશ હચમચી જાય. આત્મા સિવાય બધી ચીજ હીન લાગે, તુચ્છ લાગે.
આગળ વધતાં શુદ્ધાત્મસ્વરૂપ પ્રત્યે પ્રેમ પ્રગટે, શુદ્ધોપયોગ તરફ રુચિ જાગે. શુદ્ધોપયોગ ન રહે તો ય “મારે શુદ્ધોપયોગમાં રહેવું છે. એ માટે મારે જીવવું છે, એ માટે જ બધું કરવું છે-' એવું લક્ષ આવે, આવા લક્ષને બાધક વૃત્તિ-પ્રવૃત્તિ છૂટે અને તેને પોષક વૃત્તિ-પ્રવૃત્તિનું જોર મળતાં આત્મા આત્મભાવે, શુદ્ધ સ્વભાવે પરિણમવા માંડે. આગળ વધતાં ભેદજ્ઞાનનો ઊંડો અભ્યાસ, *ધ્યાનસાધના અને *જ્ઞાતા-દષ્ટા-સાક્ષીભાવમાં દઢ સ્થિરતા થતાં જ સ્વાનુભૂતિ થાય છે. આત્મજ્ઞાન અને શુદ્ધાત્મભક્તિથી આગળ વધતાં વધતાં આપમેળે નિર્વિકલ્પક આત્મસાક્ષાત્કાર થાય છે. આ રીતે ક્રમપૂર્વક થાય તો જ સાધના અમોઘ અને સફળ બને.
આ રીતે પ્રગટતી સ્વાનુભૂતિની દશા કોઈક જુદી જ છે. આત્મસાક્ષાત્કારની અવસ્થા અપૂર્વ જ હોય છે. સેંકડો શાસ્ત્રો કે યુક્તિ દ્વારા - જ્ઞાનક્રિયા સમાવેશ, સદેવોન્મીને યોઃ |
भूमिकाभेदतस्त्वत्र, भवेदेकैकमुख्यता ।। (ज्ञानसार-११।७) • ભેદજ્ઞાનનું વિવેચન જુઓ પૃષ્ઠ ૬૧ થી ૧૧૩ *. ધ્યાનસાધના માટે જુઓ પૃષ્ઠ ૧૨૬ જ. જ્ઞાતા-દષ્ટાભાવની સાધના સમજવા જુઓ પૃષ્ઠ. ૨૦૩ . अतीन्द्रियं परं ब्रह्म, विशुद्धानुभवं विना । शास्त्रयुक्तिशतेनापि, नैव गम्यं कदाचन ॥
( ત્મપનિષત્ રાર, જ્ઞાનસાર-ર૬/રૂ) પ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org