________________
વિષયવિકારમાં મન જાય તો કટાર ખાઈને મરી જજે. વાસના વૃત્તિ જ ભૂંડું કરે છે. એક પણ વિજાતીયનું આકર્ષણ હોય તેને તમામ વિજાતીય તત્ત્વનું આકર્ષણ અભિપ્રાયમાં રહેલ જ છે. એક પણ વસ્તુ પ્રત્યે થતા રાગાદિને ઉપાદેયરૂપે અનુભવે તેને સર્વ વસ્તુઓ પ્રત્યે આદરણીયરૂપે રાગાદિ વિભાવપરિણામો અંતર્ગત અભિપ્રાયમાં પડેલ જ છે. એક પણ દોષમાં રુચિ-ઉપાદેયદૃષ્ટિ રહેલી હોય તેને અંતરંગ પરિણામમાં તમામ દોષની રુચિ અખંડપણે રહેલી જ છે. અને આ રીતે વત્સ ! દોષ લઈને કોઈ મોક્ષે ગયા નથી. માટે પક્ષપાત વિના માત્ર પોતાના જ દોષ જોવા.
અલ્પ પણ દોષ પ્રત્યે ભારે રંજ રાખવો. પોતાનો દોષ-અપરાધ-ભૂલ ખ્યાલમાં આવે ત્યારે પોતે જ પોતાને ભારે ઠપકો આપવો, વારંવાર ઠપકો આપવો. પોતાની જાત પ્રત્યે ધિક્કારવૃત્તિ રાખવી. ‘મારે તમામ દોષોને કાઢવા જ છે.’ એમ અંતરમાં આત્માની લાગણી હોય, તેને કાઢવાનો પુરુષાર્થ હોય તો દોષ ઢીલા પડે. ઢીલા પડેલા દોષને જીવંત- ભેદજ્ઞાનની સાધનાથી નિર્મૂળ કરવા. પોતાના દોષ દેખી, પોતાનો બહિરાત્મા નિંદવો. પણ એમ ન થવું જોઈએ કે ‘ફરીથી જો દોષનું સેવન થશે તો ફરીથી એ પ્રમાણે પસ્તાવો કરી લઈશું.' આવું થાય તો ત્યાંના ત્યાં જ રહેવાનું થાય, કેવળ ભૂલાવામાં જ પડવાનું થાય, દોષો પાછા તગડા જ બને. માટે આંતરવૃત્તિઓ છેતરી ન જાય તે માટે ખાસ લક્ષ રાખજે. માયા પણ જીવને છેતરે છે.
વૃત્તિ-પરિણતિ-ષ્ટિ-લક્ષ અને ઉપયોગ બહારમાં ન પ્રવર્તે તે માટે ખાસ મક્કમતાથી પ્રતિજ્ઞા કરજે. આ પાયોછે. આ પ્રતિજ્ઞા પાળવા માટે અપ્રયોજનભૂત તમામ પ્રવૃત્તિ છોડી-ઘટાડી પોતાના તરફ રહેવાનો અભ્યાસ વધારતો જા. તારી પરિણતિને બહાર જતી રોકી, અંતરમાં વાળી, સ્વરૂપ-લીનતાનો પ્રયાસ કર. ગ્રાહ્ય-ગ્રાહકભાવ* છોડી દે. પરપર્યાયરૂપે-વિભાવપરિણામરૂપે પરિણમવાનું છોડી દે. વિકલ્પોની ઘટમાળમાં રોકાતો હોય તો તેમાંથી છૂટી વારંવાર ચૈતન્ય તરફ જા, આત્મસ્વરૂપ તરફ નજર કર. શુદ્ધાત્માનો અવાર નવાર પરિચય, તેના શુદ્ધ ગુણો પ્રત્યે જ કેવળ પરમ પ્રીતિ-પ્રતીતિપરિશીલન-પરિણતિ પ્રગટે તો વિષયાનંદ, વિભાવદશા, વિકલ્પવૃત્તિ ખરેખર A. ભેદજ્ઞાનસાધના માટે જુઓ પૃષ્ઠ ૬૧ થી ૧૧૩
*. તન્મયત્વમવાપ્નોતિ ગ્રાહ્ય-ગ્રાહનિતઃ। (ધ્યાનીપિગ-૪) तत्स्वरूपाऽऽहितं स्वान्तं तद्गुणग्रामरंजितम् ।
योजयत्यात्मनात्मानं स्वस्मिन् तद्रूपसिद्धये ॥ (ध्यानदीपिका- १३७)
Jain Education International
For Private & Personal Use Only
પ
www.jainelibrary.org