________________
કયાંય આત્માને છોડવો નહિ, છટકવા કે ભટકવા ન દેવો. ક્ષણવાર પણ આત્માને વિસરવો નહિ, ભૂલવો નહિ. આત્મા માટે જ તરવરાટ-તલસાટ-પમરાટ અનુભવવો.
આત્મામાં જ તૃપ્તિ, આનંદ ને કૃતકૃત્યતાનો અનુભવ કરવો. બધે જ આત્માની મુખ્યતા. આત્માની જ પ્રધાનતા. આત્મામાં જ ઉપાદેય બુદ્ધિ. આત્માની જ શ્રદ્ધા. આત્મા પ્રત્યે જ લગાવ અને આત્મમય પરિણતિ કેળવજે.
સાચી લગની-ધૂન હોય તો જે આત્મસ્વરૂપ અંદરમાં છે તે પ્રગટ થયા વગર, અનુભૂતિમાં આવ્યા વિના કેમ રહે ?
ગમે તેમ પણ આ ભવને પ્રતિક્ષણ આત્માના જ લક્ષ ગાળવો. આત્મસ્વરૂપને પ્રગટ કરવાની ભાવનાથી જ દરેક ક્ષણ પસાર કરવી. થાય તેટલો પુરુષાર્થ પૂરેપૂરી શૂરવીરતાથી આત્મલક્ષે જ કરવો. વિભાવ, વિકલ્પ કે મોહોદયને જાત સોંપવી નહિ. ભૂલ થાય તો આત્માના આંસુ-આત્મપશ્ચાત્તાપ કરવો.
આત્મવેદના-આત્મવ્યથા-આત્મદર્દદશા અનુભવવી. આત્મસ્વરૂપ પ્રગટવામાં થતો વિલંબ અસહ્ય બનવો જોઈએ. કેવળ આત્માની જ અવિરત પ્રતીક્ષા અને અદમ્ય ઈંતેજારી જોઈએ. કાકડોળે શુદ્ધ આત્મસ્વરૂપને પ્રગટ કરવાની ચાહના ઉપાડવી. પોતે જ પોતાને જાણવા માટે તલપાપડ થવો જોઈએ. તે માટે બધે જ આત્માની પ્રેક્ષા-અનુપ્રેક્ષા-ઉન્મેલા.
સર્વત્ર કેવળ આત્મદર્શન-આત્મદષ્ટિ. પરંતુ આ બધું હૃદયસ્પર્શી રીતે થવું જોઈએ. એ માટે, હૃદયપલટો-રુચિપલટો-દષ્ટિપલટો-લક્ષ્યપલટો થવો જોઈએ.
આત્મવલણ-આત્મવૃત્તિ-આત્મપ્રતીતિનું પ્રગટીકરણ જરૂરી છે. તે જ ખરેખર અઘરું છે. અને કરવા જેવું. પણ તે જ છે. તે માટે બૌદ્ધિક સમજણવાળા શબ્દો નહિ પણ,
છે. પિયા!પર ઘર મત જાઓ.
પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org