________________
આત્મામાં જ સમાઈ જવાનો સંકલ્પ-નિશ્ચય-પ્રણિધાન. બધે કેવળ આત્માને જ દિલથી આમંત્રણ ને નિમંત્રણ .
આત્માને જ આહ્વાન ને આત્માને જ વિનંતિ. વંદન-પૂજન-સત્કાર-સન્માન ને આરતિ પણ શુદ્ધ આત્માની જ.
“આત્માની જ ભાવના ને તમન્ના. આત્માની જ પ્રાર્થના ને પુકાર.
આત્માની જ લગન-લગની ને લાગણી. લાગણીભરી માગણી પણ આત્માની જ. પુત્ર ખોવાઈ જતાં માતાની પુત્રમાંગની જેમ કેવળ આત્મમાંગ. શુદ્ધ આત્મદશાની જ જાળવણી ને કેળવણી. આત્મસ્વરૂપ પ્રગટાવવાની જ પ્રતિજ્ઞા ને પરાક્રમ.
આત્મા માટે જ પ્રબળ પુરુષાર્થનો અવિરત ઉપાડ. આત્માનું જ ભજન ને આત્માનું જ સ્તવન. જીવન આખું આત્માને જ અર્પણ ને સમર્પણ. પુદ્ગલમાં નહિ પણ આત્મામાં જ રોકાણ-વસવાટ. આત્મામાં જ સ્થિરતા, લીનતા, મગ્નતા, રમણતા.
આત્મામાં જ ચિત્તવૃત્તિનો લય-વિલય. હૃદયવેદિકા ઉપર આત્માની જ અચલ પ્રતિષ્ઠા થવી જોઈએ. આત્માનો મહિમા-મહત્ત્વ-પ્રભાવ હૈયામાં વણાઈ જવો જોઈએ.
ચૌદ રાજલોકનો વૈભવ કાગડાની વિષ્ટાતુલ્ય ભાસવો જોઈએ. પછી જ બધે વેદના સાથે આત્માનો ઘોષ-પ્રઘોષ-પડઘો સંભળાય. તેવા લક્ષથી આત્મસૂર-આત્મધ્વનિ-આત્મઝંકાર પ્રગટવો જોઈએ.
બધે પોતાના આત્માને જ સંભળાવવાનું. આત્માને જ સાંભળવાનો, સંભાળવાનો, સંભારવાનો.
તો જ આત્માની તુષ્ટિ, પુષ્ટિ અને શુદ્ધિ થાય. . નિરંજન યાર મોહે કેસે મિલેગે ?-શ્રીઆનંદઘનજી મ.સા.
૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org