________________
આત્મસાક્ષાત્કારનો અદ્ભુત માર્ગ
A
પરમાત્મા :→ વત્સ ! આત્મસાક્ષાત્કાર માટેની તારી ભાવના જાણી. પરંતુ તેનો અમોઘ ઉપાય એકમાત્ર સર્વત્ર સમ્યક્ આત્મભાન છે, આત્મભાન દ્વારા આત્માભિમુખતા છે. આત્મભાન વિના પરમાર્થથી બીજો કોઈ આધાર નથી. આત્મભાન ભૂલે તો દેવ-ગુરુ-ધર્મ-શાસ્ત્રો પણ આધાર બની ન શકે. બધા જ સંયોગોમાં, બધી જ અવસ્થામાં, બધા જ સ્થળે આત્માનું જ રટણસ્મરણ જોઈએ. આત્મધૂનન થાય તેવી આત્મધૂન ઉપડવી જોઈએ. હસ્તધૂનન ઘણી વાર કર્યું. પણ આત્મધૂનન નથી કર્યું. હસ્તમેળાપ કરવા છતાં આત્મમેળાપ કરેલ નથી. એ જ વાસ્તવમાં કરવા યોગ્ય છે.
૧૦.
સમ્યક્ વિચારદશાએ શુદ્ધ આત્મસ્વરૂપનો યથાર્થ નિશ્ચય કરી, તેને માન્યતામાં દઢ કરી, તેની મજબૂત શ્રદ્ધા, તે પ્રગટ કરવાની પ્રબળ ઈચ્છા, તે માટે જ સર્વત્ર પુરુષાર્થ, તેની જ અભ્રાન્ત પ્રતીતિ થાય તો સ્વાનુભૂતિ થાય. આત્મામાં જ કેવળ વૃત્તિ રાખીને, દિષ્ટ લીન કરીને આત્માને દૃશ્યમાન બનાવવો.
બધે જ આત્મજાગૃતિપૂર્વક પ્રવર્તન એ આત્મામાં જ પ્રવર્તન છે. તમામ દશામાં આત્માનો જ તાત્ત્વિક આદર, આત્માની જ સાત્ત્વિક કદર, આત્મા પ્રત્યે જ વાસ્તવિક બહુમાન-સદ્ભાવ ટકે તો તેના ઊંડા સંસ્કાર પડે.
આત્મામાં જ રતિ-પ્રીતિ-પ્રતીતિ. કેવળ આત્માની જ રુચિ. આત્મા પ્રત્યે જ ખેંચાણ-આકર્ષણ. આત્માની જ સાચવણી ને વિનવણી. કેવળ આત્માની ઝંખના, “આતુરતા, તાલાવેલી, તીવ્ર તલસાટ, પ્રબળ ધડકન. સર્વત્ર આત્માનું જ સહજતઃ ગુંજન-સ્પંદન-કંપન-વેદન-સંવેદન. વિચાર-મનન-મંથન-ચિંતન-ધ્યાનમાં કેવળ આત્મા જ નજરાયા કરે. કથન-સંબોધન-ઉદ્બોધન પણ માત્ર આત્માને જ ઉદ્દેશીને. સ્વપ્રમાં પણ માત્ર આત્માના જ ભણકારા વાગે.
બધે માત્ર કેવળ આત્મા જ ઝંકૃત થાય.
આત્માને જ પ્રગટ કરવાની દાઝ, સૂરણા, ધગશ.
तेनात्मदर्शनाकाङ्क्षी ज्ञानेनान्तर्मुखो भवेत् । (अध्यात्म उपनिषद् २।५) ૭. જરાય ઓછી આતુરતાએ નહિ આવું તુમ પાસે.- પૂ.માનવિજય વાચક.
૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org