________________
મારે મારા આત્માની જ જરૂરિયાત છે. પ્રગટ આત્મસ્વભાવ સિવાય બીજું કશું મને ના ખપે. બહારનું આ બધું જરૂરિયાત વગરનું છે. મારે તો મારો શુદ્ધ સ્વભાવ જોઈએ છે. આત્મસ્વભાવને જ પ્રગટ કરવો છે. તેમાં જ બધું ભર્યું છે. મારે મન આત્મા જ સર્વસ્વ છે. આત્મામાં જ સર્વસ્વ છે. મારા શુદ્ધ આત્મદ્રવ્યમાં જે છે તેનાથી મને પૂર્ણ સંતોષ છે. આત્મા સિવાય બીજે કયાંય વિશેષતા સમજાતી નથી.
ક્ષણે ક્ષણે મારે આત્મા જ જોઈએ. કારણ કે આત્મા જ સર્વોત્કૃષ્ટ છે, અનુપમ છે, અપૂર્વછે. બીજાનું મારે કશું જોઈતું નથી. બીજાનું ગમે તેટલું સારું હોય તો પણ તે તેના ઘરે ભલે રહ્યું. મારે તો મારું જોઈએ છે. જડની શક્તિ ભલે જડમાં રહી. મારે મારી વિશુદ્ધ ચૈતન્યશક્તિ જ જોઈએ. આત્મા જ કેવળ મારો પોતાનો છે. તેથી મારે તો કેવળ આત્મા જ જોઈએ. દેહાદિ, વિભાવાદિ તો પર પદાર્થ છે. પારકું લેવા જાઉં તો પણ તે દેહ-ગેહ-નેહ કદિ મારા થયા નથી ને થવાના પણ નથી. ઊલટું તે જ દુઃખનું કારણ બને છે. બંધનનો હેતુ બને છે. તેને મારા બનાવવામાં કેવળ આકુળતા અને વ્યાકુળતા જ મારે ભોગવવી પડે છે.
મારે તો બંધાયેલાને છોડાવવો છે. આત્માને છોડાવ્યા વિના છુટકો જ નથી. મારે સ્વયં છૂટા થવું છે. જે વડે દેહાધ્યાસાદિથી છૂટા થવાય તે જ કરવું છે. જ્યાં
જ્યાં બંધાયો છું તે બધેથી છૂટવું છે. મારે જે કાંઈ કરવું છે તે છૂટવાને માટે જ કરવું છે. વિષય-કષાયાદિથી છૂટવા માટે જ બધું કરવું છે. પરભાવમાં જવું નથી. વિભાવમાં એકાકાર થવું નથી. પારમાર્થિક આત્મકલ્યાણ સિવાય મારે કશી ભાવના રાખવી નથી. મોહના મિથ્યા વિકલ્પમાં ખોટી થવું નથી. બીજે કયાંય રોકાવું નથી. વિકલ્પમય બનીને-રાગમય બનીને આત્મઘાતી વલણ હવે અપનાવવું નથી જ.
અનાદિ કાળની એની એ ગડમથલમાં આ જિંદગી ગાળવી નથી. મારે જે કાંઈ કરવું છે તે અનાદિની અવળી ચાલથી છૂટવા માટે જ કરવું છે. કેવળ આનંદમય આત્મસ્વભાવને જ પ્રગટાવવા પુરૂષાર્થ કરવો છે. આ જ કરવું છે. એ સિવાય અન્ય કશું કરવું નથી કે બીજું કાંઈ જોઈતું નથી. મારા આત્મઐશ્વર્ય પાસે ચૌદ રાજલોકનો વૈભવ વિષ્ટાતુલ્ય છે. મારે તેની કોઇ જ સ્પૃહા નથી.
હે સર્વવેદી જગતપતિ ! કેટલી બધી ખેદની વાત છે કે જગતને જાણવા છતાં જગતને જાણનાર મારી જાતને જાણતો નથી, માણતો નથી. મારા A. स्वभावलाभात् किमपि, प्राप्तव्यं नावशिष्यते ।
ત્યાનૈશ્વર્યસંપન્નો, નિ:સ્પૃદો નાતે મુનઃ | (જ્ઞાનસાર - ફરી?)
૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org