________________
૧૧.
અદથને દશથમાન કવો છે
ઓ મારા જેવા આંધળા માટે લાકડીના ટેકા સમાન ભગવાન ! મારા અંતરની બીડાયેલી આંખને તું ઉઘાડે નહિ ત્યાં સુધી અંતરપલટો હું કઈ રીતે કરી શકું? હૃદયદૃષ્ટિ-
દિવ્યદૃષ્ટિ-જ્ઞાનદષ્ટિ તું આપે નહિ ત્યાં સુધી હૃદયપલટો કઈ રીતે થાય ? એના વિના તું કેવી રીતે દેખાશે? મારે તો તને જોવો છે. કારણ કે મારું મૂળભૂત સ્વરૂપ તો તારા જેવું જ છે ને! હે દૃષ્ટિદાનેશ્વરી ! આપના દર્શન અને કયારે થશે ? આપના સમાન મારો આત્મા કયારે જોવા મળશે? આત્માને જાણ્યા-માણ્યા-અનુભવ્યા વિના બહારનું જાણેલું-માણેલું-અનુભવેલું સ્મશાન જેવું લાગે છે. બહારમાં બીજી વસ્તુ જેમ દેખાય છે તેમ મારો- જ્ઞાનાનંદમય આત્મા કયારે દેખાશે ? કેવી રીતે એ જોવા મળશે ? જ્ઞાનાનંદથી હું જ્યારે તૃપ્ત બનીશ ? અનુભવગમ્ય હિતકારી એવો આ મોક્ષમાર્ગ ક્યારે મળશે?
મારે તો આત્માને જ ઓળખવો છે. મારો ચૈતન્ય સ્વભાવ પ્રગટ કરવો છે. મને અખંડ શુદ્ધ ચૈતન્ય સ્વભાવ કઈ રીતે પ્રાપ્ત થશે? “હું આ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું.”- એવો અપરોક્ષ અનુભવ ક્યારે થશે? “હું દેહાદિભિન્ન આત્મા જ છું.” આટલો નિર્ણય કરવા છતાં હજુ આત્મા કેમ પ્રગટ થતો નથી ? શું કરું તો આત્મા પ્રગટે ? હું વાસ્તવમાં રાગાદિથી જુદો જ છું તો જુદારૂપે- આત્મસ્વરૂપે કેમ પરિણમતો નથી ? મારી પરિણતિ દુનિયાથી, દેહથી, રાગથી કેમ અલગ પડતી નથી ?
આત્મા પ્રગટ થતો નથી એમાં દર્શન મોહનીય કર્મ તો નિમિત્ત માત્ર છે. પણ હું તે કર્મમાં, કર્મના ઉદયમાં શા માટે જોડાઈ જાઉં છું? એ ખબર પડતી નથી. મોહ વગરનો આ આત્મા મોહના ઘરમાં ઊભો છે. એ જ દુઃખદ આશ્ચર્ય છે. “એમાં જોડાવાથી, ભળવાથી જ આત્મા પ્રગટતો નથી.” એ આપની વાત સાચી છે. પણ મારા પ્રભુ! એમાં ભળવાનું બંધ કઈ રીતે કરવું? મારે એનાથી ન્યારા પડવું જ છે. અંદરમાં તેનાથી જુદા જ પડી જવું છે. કર્મજન્ય કોઈ પણ ભાવોને ભોગવવા નથી. કેવળ આત્માનંદ વેદવો છે. કયાંય પરમાં ભળવું નથી. પરસ્વરૂપે પરિણમવું નથી. પુદ્ગલથી છૂટા પડવું છે. વિભાવથી ન્યારા થવું છે. ક્ષણે ક્ષણે પલટાતી વિભાવ પરિણતિ નથી જોઈતી. A. સાક્ષાર્થ તત્ત્વ, વિદ્રપાનન્ટરવ્યમ્ !
हितकारी ज्ञानवतामनुभववेद्यः प्रकारोऽयम् ।। (अध्यामसार - २०।४५)
४9
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org