________________
રાખ જેવા દેહમાં પણ સૌંદર્ય ખીલે છે તે આત્માનું સૌંદર્ય કેવું અલૌકિક હશે? તેનો આત્મા અને મારો આત્મા મૂળસ્વભાવે તો સિદ્ધ ભગવંત તુલ્ય જ છે. મારે તો તેને જાણવો છે. વિજાતીય શરીરને જોનારા આત્માને જ મારે દેખવો છે, અનુભવવો છે. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં જ ઠરવું છે' - આ રીતે પોતાની જાત તરફ વળે તો વિકારના આવેગમાંથી સહજ રીતે છૂટીને પરિણતિ અંદરમાં પલટો માર્યા વિના ના રહે.
“દેહ-કુટુંબાદિ તમામ સંયોગો કર્મનું ઋણ ચૂકવવા ઘડાયા કરે છે. હું માત્ર મારું દેવું ચૂકવું છું. કોઈ ઉપર ઉપકાર નથી કરતો. આ જે દેખાય છે તે મારું નથી. જે મારું સ્વરૂપ છે તે ચામડાની આંખથી દેખાતું નથી. પાંચ ઈન્દ્રિય, શરીર કે મનથી જે દેખાય છે, અનુભવાય છે તે બધું જ અનિત્ય છે, અસાર છે, તુચ્છ છે, ભ્રમ છે, સ્વપ્ર છે, કાલ્પનિક છે, અપારમાર્થિક છે, મહત્ત્વશૂન્ય છે, અપ્રયોજનભૂત છે”- એમ જ્યારે અંતરથી પ્રતીત થાય ત્યારે હૃદયપલટો થઈને કેવળ આત્મા દ્વારા, આત્મમયરૂપે-સચ્ચિદાનંદસ્વરૂપે આત્મા અનુભવાય. આ છે પૂર્ણ બ્રહ્મની ઓળખાણની પીછાણ.
આવી દશા પ્રગટે પછી હૃદયથી એવું ભાસે છે કે “બહારમાં, શરીરમાં કે મનમાં જે કાંઈ આવ્યું છે તે જવા માટે આવેલ છે, કાયમી અનંત કાળનો વસવાટ કરવા નહિ. જે કર્મ ઉદયમાં આવ્યું છે તે ભોગવાઈને જાય છે. જે જાય છે તે પાછું આવતું નથી, પાછું વળીને જોતું નથી. તેથી મારે પાછું વળીને બહારમાં, ભૂતકાળમાં જોવાના બદલે મારા આત્માને જ જોવો છે.”
“આનેવાલે જાને કે લિએ આતે હૈ હમ પાસ, જાનેવાલે ફિર કભી આતે નહિ હમ પાસ, ચાહે વહ સુખ હો યા દુઃખ, હમ તો હૈ ઉદાસ, જહાં જાએ વહાં બને કેવલ પ્રભુ કે હી દાસ.”
આવી આંતરિક વિચારદશા પ્રગટે તો વિજાતીય તત્ત્વથી પણ અંતરંગ ચિત્તવૃત્તિ પલટાયા વિના ના રહે. આમ હૃદયપલટો થાય પછી જ બધી સાધના પરમાર્થથી લેખે લાગે. મલિન અંતઃકરણને પલટાવવાના આશયથી આરાધના કરવામાં આવે તો તે પણ પ્રારંભિક દશામાં સાર્થક થાય. કાળક્રમે આમ અંતરપલટો થયા બાદ ઉપલી કક્ષાની સાધના માટે ચિત્ત સક્ષમ અને યોગ્ય થાય છે.
૪૬ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org