________________
બાલતા કહેવાય, અજ્ઞાનકષ્ટ કહેવાય, તેનાથી મોક્ષ ન થાય. કર્મને તપાવે તેવું આત્મજ્ઞાન એ જ તપ કહેવાય. એવી હાર્દિક સમજણ વિના સાનુબંધ પુષ્કળ સકામ કર્મનિર્જરા કેવી રીતે થાય ? બાહ્ય તપ કરવા છતાં પ્રાય: આત્માની પ્રબળ ગરજ નથી, પૂર્વનું બળવાન નિર્મળ આરાધકપણું નથી, વિરાધક ભાવનું જોર વર્તે છે. તેથી તપસ્વી તરીકેની પ્રશંસા, પ્રસિદ્ધિ, વિજાતીય વગેરે બીજા નિમિત્ત મળે તેમાં જીવ ભળી જાય છે અને મુક્તિનું કારણ એવો તપ* પોતાની મૂઢતાના લીધે બંધનરૂપ બની જાય છે.
હૈયામાં લૌકિક ભાવ રાખીને લોકોત્તર આરાધના કરે તો લૌકિક ફળ મળે, લોકોત્તર ફળ ન મળે. લૌકિક ભાવ, લૌકિક વ્યવહાર અને લૌકિક ફળ- એ રાખનાં પડીકાં છે. લોકોત્તર ભાવ-વ્યવહાર-ફળ તો હીરાના પડીકાં છે. માટે લૌકિક ભાવ છોડીને લોકોત્તર આરાધના કરે તો હૃદય પલટો થાય.
પણ વત્સ! તે માટે સૌપ્રથમ તું વિભાવમાં જતી વૃત્તિને, વિજાતીય તરફ જતી દષ્ટિને રોકજે. મનમાં ઉઠતી વાસનાવૃત્તિને દુશમન ગણી ધિક્કારી કાઢજે. વારંવાર તેનું અપમાન કરીશ તો તે ફરી નહિ આવે. અનાદિકાલીન અવળી દષ્ટિમાં માત્ર ઝેર છે. માટે સમજી-વિચારીને પગલું ભરજે. માનસિક-વાચિકકાયિક જે જે નિમિત્ત મળે તેમાં તન્મય થઈ જવાની ટેવને બદલજે.
કામ-ક્રોધાદિ બીજા બધા ભાવ કરે છે. તેથી બીજું બધું થાય છે. આત્મભાવ કર્યો નથી. તેથી વૃત્તિ પલટો મારતી નથી. આત્મભાવ કરશે તો હૃદય પલટો મારશે. (૧) આજ્ઞાપાલનના ઉત્સાહથી, (૨) શાસ્ત્રબોધને પરિણમાવવાથી, (૩) અંતરંગ સત્ પુરુષાર્થ સતત દૃઢ થવાથી (૪) આત્મ-જ્ઞાનગર્ભિત વૈરાગ્યદશા વધવાથી (૫) દેહભિન્ન* આત્મસ્વરૂપની પ્રતીતિ કરવાથી વૃત્તિ અંદરમાં પલટો માર્યા વિના નહિ રહે.
| વિજાતીય વ્યક્તિ જોતાં જ રાગ થાય તે સમયે “આ સ્મશાનની ધૂળ, માટી અને રાખમાં જે સૌંદર્ય દેખાય છે તે ત્યાં રહેલ આત્માના લીધે છે. આત્મા નીકળી જાય તો દેહલાવણ્ય ક્યાં ટકવાનું છે? જેના લીધે મસાણની > વર્મતાપર જ્ઞાન, તપસ્તવ ત્તિ યઃ |
પ્રાનોતુ ન હતસ્વાન્તો, વિપુ નિર્બ ક્યમ્ | (મધ્યાત્મસી-૧૮૬૨) * ચેનૈવ તપસ પ્રાપ મુતે મવસન્તઃ |
तदेव कस्यचिन्मोहाद् भवेद् बन्धनिबन्धनम् ॥ (साम्यशतक-९१) છે. શાસ્ત્રપરિણન માટે જુઓ – પૃ. ૨૯ 2. અંતરંગપુરુષાર્થ માટે જુઓ – પૃ. ૧૫૧ *. આત્મસ્વરૂપ માટે જુઓ – પૃ. ૧૯૫
1
કપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org