________________
અખંડિત કરવાની દાઝથી જીવ કમર કસે અને “મારું સાચું સ્વરૂપ શું છે? મારે ત્યાં પહોંચવું છે. મારે મારું શુદ્ધ સ્વરૂપ પ્રગટાવવું છે'- એવી અંતર્મુખદષ્ટિ અને આત્મરુચિ પ્રદીપ્ત થાય તેવું જ શ્રવણ-વાંચન-અખંડિતભાવન-મનનકથન-વર્તન-પ્રવર્તન કરવામાં લીનતા આવે તો અંતર પલટો થાય.
વસ્તુ જોતાંની સાથે જ “આ સારું છે, આ ખરાબ છે” એમ થાય છે. અનાદિની તેવી ટેવ ભૂલી જવાનો પુરુષાર્થ થાય અને એવા વિકલ્પને જાણનાર તરફ અંતઃકરણની વૃત્તિ વળે તો અંતરપલટો થાય.
રાગ-દ્વેષવાળી કર્મોદયજન્ય જે અવળી પરિણતિ છે તેમાં ભળે નહિ તો રાગ-દ્વેષ ટકે નહિ, આગળ વધે નહિ. માટે પુદ્ગલના ઘરાક થવાના બદલે આત્માના ઘરાક થવું. પુદ્ગલનો જે રસપૂર્વક અનુભવ થાય છે તેનો ત્યાગ કરે તો વૃત્તિ અંદરમાં પલટો મારે.
અનાદિ કાળથી રખડપટ્ટી કરવા છતાં, કર્મસત્તાના માર ખાવા છતાં, અનંતા ગલત કડવા અનુભવ થવા છતાં પણ મૂઢ જીવની દૃષ્ટિ પલટાઈ નહિ, આંતર દષ્ટિ આવી નહિ. તેથી કામ ન થયું. આંતરદષ્ટિ કયારેક આવી તો પણ પુણ્યપ્રધાન બની, આત્મપ્રધાન ના બની. માટે જ ધર્મ કર્યા પછી, ધર્મ સાંભળ્યા બાદ ધર્મી-આત્મજ્ઞાની તરીકે મળતી ખ્યાતિમાં આ જીવ લપટાઈને લપસી પડે છે.
પ્રશંસા-કીર્તિ ઈચ્છવી એ તો નિર્ધનતા-દરિદ્રતા છે. માટે પોતાના વખાણપ્રશંસા-પ્રસિદ્ધિ થાય તેવી ઈચ્છા કે તે સાંભળવાની ઈચ્છા છોડવી. તેવી ઈચ્છા જેને છૂટી ગઈ હોય તે પોતાની જાતે તો સ્વપ્રશંસા કરી જ કેમ શકે ?પોતાના ગુણ બીજાને હિતકારી હોવા છતાં પોતે પોતાના ગુણોને પકડી બેસે, સ્વપ્રશંસા સામે ચાલીને કરે તો નિશ્ચિત પોતાનું જ પતન થાય. અહંકારની પુષ્ટિ ભલે પરિગ્રહથી થાય કે પરિગ્રહના ત્યાગથી થાય કે તપ-ત્યાગ-વૈયાવચ્ચ વગેરેથી થાય કે શાસ્ત્રાભ્યાસ-શાસ્ત્રશ્રવણ-શાસ્ત્રચિંતનપ્રવચન વગેરેથી થાય. પરંતુ અહંકારનું પોષણ એ માત્ર સંસાર જ છે. આ વાસ્તવિકતા કદાપિ, ઊંચી ભૂમિકાએ પહોંચ્યા પછી પણ, ભૂલતો નહિ.
શરીરને કે મગજને તપાવે તે સમ્યફ તપ ન કહેવાય. પણ તે તો - ભાવિતા હિતાય , ઉરઃ ચારમ: |
ગ્રહો વયે ગૃહીતીસ્તુ, પાતત્તિ મોઘી ! (જ્ઞાનસર - ૨૮ીરૂ) છે ને હું વીનતા મુવત્તિ | (ાવાર નિ-િ૨૪) ૪૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org