________________
આવીશ? પરભાવથી-વિભાવથી સ્વભાવમાં અવાય તે માટે નબળા નિમિત્તોને દૂર કરી, મલિન વૃત્તિને ક્ષીણપ્રાયઃ કરી, સારા નિમિત્તમાં વૃત્તિ જોડી, સમ્યક્ આશયથી ઉપયોગપૂર્વક સ્વભૂમિકાને યોગ્ય ઉગ્ર અંતરંગ પુરુષાર્થનું સ્વરૂપ સમજવા અંતરંગ પુરુષાર્થ કરે તો વૃત્તિ અંત૨માં પલટો માર્યા વિના ના રહે.
‘આ ક્ષણે ક્ષાયિક પૂર્ણ શુદ્ધ વીતરાગદશા પ્રગટતી હોય, કેવલજ્ઞાન પ્રગટતું હોય તો મારે બીજું કશું ન જોઈએ અને એની પ્રાપ્તિમાં વિલંબ જરા પણ મને ના પાલવે’- એમ અંત૨માં પરિણામ જાગે તો વૃત્તિ પલટાયા વગર, અંદ૨માં ગયા વિના, સ્થિર થયા વિના ના રહે.
પારમાર્થિક સુખ આત્મામાંથી મળે છે અને તાત્ત્વિક ધર્મ આત્માથી જ પ્રગટે છે. પરવસ્તુથી નહિ’- આ નિર્ણય અંતરમાં દઢ કરી લે. તો અમુક પ્રકારના દ્રવ્ય-ક્ષેત્ર વગેરેમાં પ્રસન્નતાપૂર્વક આત્મધર્મને આરાધવા છતાં તેના પ્રત્યે પ્રતિબદ્ધતા-મૂર્છા ઊભી થઈ ન જાય. ‘અમુક જાતના સંયોગસ્થળ-સમય-સહાયક-સામગ્રી વગેરે હોય તો જ ધર્મ થાય’ એવી ભ્રાન્તિમાં જીવ અટવાઈ જાય તો એ સિવાયના સંયોગમાં જીવ ધર્મ વિસારી દે અને વૃત્તિ બહાર જ ભટકે. આથી ધર્મનિમિત્તરૂપ અમુક સંયોગમાં “રાગ થાય, એ રાગમાં એકત્વબુદ્ધિ થાય તો વૃત્તિ અંતરપલટો ન ખાય.
હકીકતમાં તો જે ઈચ્છવા યોગ્ય છે, પ્રગટાવવા યોગ્ય છે તે વિશુદ્ધ આત્મતત્ત્વ ખરેખર આંતરિક ગાઢ પ્રતિબંધ અને બાહ્ય સંગના દોષથી ચૂકાય છે. માટે (૧) ધર્મનિમિત્તભૂત બાહ્ય સંયોગ-સ્થળ કરતાં આત્મા ઉપર વધુ ભાર આપવામાં આવે, (૨) ‘આત્મામાં જ ધર્મ છે, આત્મા વડે જ ધર્મ થાય છે' આવો દૃઢ આત્મવિશ્વાસ પ્રગટ કરવામાં આવે અને (૩) ‘અંદ૨માં જ મારે કરવું છે, ઠરવું છે'- એમ પ્રબળ અંતર્લક્ષ કેળવવામાં આવે તો જ પિરણિત અંદરમાં પલટો મારે.
અનાદિકાલીન દોષ અને તેના કારણો પ્રત્યે પ્રેમ હોવાથી શરીર, ઈન્દ્રિય, વાણી અને મનનું પ્રવર્તન બહારમાં જ થાય છે. પણ આત્માનું મહત્ત્વ અંતરમાં સમજાય તો પોતાના આત્મા પ્રત્યે પ્રેમ વધે, તેમાં વિઘ્નભૂત વૃત્તિ-પ્રવૃત્તિ ગમે નહિ, તેને છોડવા-તરછોડવા -નિર્મૂળ કરવા જીવ તૈયાર થાય. આત્મરુચિ *. અંતરંગ પુરુષાર્થનુ સ્વરૂપ સમજવા જુઓ પૃષ્ઠ-૧૫૧.
મમત્તમાવું નહિં પિ ના । (શવેાનિષ્ઠ પૂ. ર૮) मा डिबंध कुज्जा । ( भगवतीसूत्र - जमाल्यधिकारे )
Jain Education International
For Private & Personal Use Only
૪૩
www.jainelibrary.org