________________
અને “મોક્ષ જોઈએ છે' એમ બોલે રાખવાથી કે મોક્ષની ઉપલક ઈચ્છા કરવાથી કાંઈ ઠેકાણું ન પડે. આવું સાંભળવું, વાંચવું કે વિચારવું પણ જેને ન ગમે તેનો મોક્ષ કઈ રીતે થઈ શકે ?” “આ વિભાવ હું નથી, વિભાવ પરિણામો મારું સ્વરૂપ નથી' – એમ ભેદજ્ઞાન થવા દ્વારા વિભાવથી વૈરાગ્ય થાય, વિભાવપરિણતિનો રસ છૂટે, આત્માનો રસ-જિજ્ઞાસા જાગે તો અંતરમાં પરિણતિ પલટો ખાય અને આત્માનું કાર્ય થાય. ક્ષણે ક્ષણે ઉપયોગ આત્મામાં જામી જાય, ઠરી જાય, ચોંટી જાય.
ખરા-ખોટાની પારાશીશી આ રીતે તારા જીવનમાં લાગુ પાડજે કેધર્મનું સ્વરૂપ જાણ્યું તો અધર્મમાં, અનાચારમાં હોંશે-હોંશે પ્રવૃત્તિ કેમ થાય? જ્ઞાન-સમકિતનું ખરું સ્વરૂપ ઓળખ્યું તો પછી અજ્ઞાનમાં અને મિથ્યાત્વમાંમિથ્યાભાવોમાં સહજતઃ પ્રવર્તન કેમ થાય ? મોક્ષનું વાસ્તવિક સ્વરૂપ સમજાયું તો બંધનના માર્ગે, સાંસારિક વલણમાં જીવ કેમ દોડી જાય છે? પ્રવર્તન-વર્તન કે વલણ ન પલટે તો સત્ય શાસ્ત્ર પણ કેટલો ઉપકાર કરે ? વ્યવહારથી મોક્ષના કારણે સાચા પકડે પણ અંતરપલટો, દિશાપલટો, લક્ષપલટો કરવા દ્વારા પોતે સાચો ન થાય ત્યાં સુધી મોક્ષ કેવી રીતે થાય? જગતની તદન વિસ્કૃતિ અને આત્માની જ કેવળ સ્મૃતિ થાય તો ખરી સચ્ચાઈ પોતાનામાં પ્રગટે.
આત્મધ્યાન કરવા વૃત્તિ પલટાવવી હોય તો મલિન પરિણતિને નબળી પાડી પહેલાં મનને અરીસા જેવું નિર્મળ કરવું પડે. “આ જગતમાં હું એકલો જ છું. મારું ખરેખર કોઈ જ નથી'- એમ હૃદયમાં હિસાબ ચોખ્ખો કરી આત્માનું કામ પહેલાં કરી લેવા ભીષ્મ સંકલ્પ અને તે માટે ભગીરથ પુરુષાર્થ કરવો. તે માટે જે કરવું જરૂરી છે તેમાં જ ચિત્ત લીન રહે એમ કરવાનું છે. પરંતુ પોતાના આત્માને ક્યાંય પણ ભૂલવો નહિ. એ સૌપ્રથમ વસ્તુ છે. જગતમાં “હું અને મારું' કરીને તું ભૂલો પડ્યો છે. બાકી વત્સ ! તું તો મારા જેવો - સિદ્ધ ભગવાન જેવો જ છે. એમાં કોઈ શંકા નથી. પણ બીજી વસ્તુમાં ગાઢ મોહ હોય ત્યાં સુધી આત્મા-પરમાત્મા વાસ્તવિક રીતે સમજાય નહિ અને વૃત્તિ પલટો ખાય નહિ.
અનાદિના અવળા અભ્યાસ, ગેરસમજ અને અણસમજના લીધે રાગાદિ બંધનકારક નથી લાગતા પણ મીઠા-મધુરા લાગે છે. અનુભવાતી એ મીઠાશ . “ હું, નલ્થિ વોટ્ટ’ | (સમયમરા-
પ્રવા )
૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org