________________
તારી વૃત્તિને-પરિણતિને અંદરમાં પલટો મારતી અટકાવે છે અને બંધનમાં જકડાવે છે. તારા વાંકે તને આ બંધન છે. -ભેદજ્ઞાનની સાધનાનો સહારો લઈશ તો એ બંધન છૂટશે. “રાગ મારું સ્વરૂપ નથી. કર્માધીન મેલું મન રાગાદિ કરે છે. પણ મારે તેમાં મારી ચેતનાને જોડવી નથી. તેમાં ઉપયોગ ભેળવવો નથી. મારે તો રાગને જાણનાર-જોનારને જ જાણવો છે, જોવો છે.'- એમ ભેદજ્ઞાનપૂર્વક, વિભાવમાં લેવાયા વગર, કદાગ્રહમાં બંધાયા સિવાય, કષાયોનું પોષણ કર્યા વિના તથા કામરાગાદિમાં તણાયા વગર આત્મદર્શનની પ્રબળ ભાવના કરીશ તો અંતરપલટો થશે, વૃત્તિ અંદરમાં પલટો મારશે અને કેવલ અનુભવગમ્ય કોઇક દિવ્ય રહસ્યભૂત તત્ત્વ આપમેળે સ્કુરાયમાન થશે. આત્મવિચારથી ગર્ભિત એવો વૈરાગ્ય બળવાન થાય તો જગતમાંથી ખસીને સહેજે ઉપયોગ આત્મા તરફ વળે અને હૃદયપલટો થાય.
પ્રસ્તુતમાં “મારે શું કરવું છે? મારે શું બનવું છે ?'- આટલું ધ્યેય નક્કી કરવામાં આવે તો ૫૦% કામ થઈ જાય. પરંતુ ધ્યેય શાબ્દિક નહિ પણ હાર્દિક હોવું જોઈએ, મજબૂત જોઈએ. ધ્યેય દઢપણે નક્કી થાય તો વારંવાર ત્યાં જ ચિત્ત જાય ને તેમાં જ રહ્યા કરે, રમ્યા કરે. તેને બીજું કાંઈ ગમે નહિ. અધ્યાત્મરહસ્યના બીજતુલ્ય ઉદાસીન ભાવની-વૈરાગ્યભાવની જવલંતતાના લીધે આત્મા સિવાય બીજે બધેથી ચિત્તવૃત્તિ ઉઠી જાય. અન્યત્ર મનોવૃત્તિપ્રવાહ વહેતો બંધ થાય. ધ્યેયમાં આંતરવૃત્તિ એકાકાર થાય. ધ્યેયલક્ષી આંતરવૃત્તિને પોષણ મળે તેવી જ પ્રવૃત્તિ શક્તિને છુપાવ્યા વિના થાય, અપ્રમત્ત આત્મપુરુષાર્થથી અંદરમાં અપૂર્વતાનો અનુભવ થાય અને અંતર પલટો માર્યા વિના ના રહે.
વત્સ ! જેને ખરેખર છુટવું જ છે તેને ક્યાંય પણ સામે ચાલીને મળેલી સારી કે ખરાબ એવી ચીજ કે વ્યક્તિ ઉપર ક્યારેય રાગ-દ્વેષ કરવા 2. ભેદજ્ઞાનની સાધના સમજવા જુઓ પૃષ્ઠ ૬૧ થી ૧૧૩. જ શાસ્ત્રોદ્રશા, નિતારુષાર્થનુષાત્ |
પ્રિયમનમાં , રહસ્યમમિતિ મિપિ | (34ધ્યાત્મસાર ર૦૧?) > અધ્યાત્મપનિષદ્વીનમાસીમમન્વન્ |
न किञ्चिदपि यः पश्येत् स पश्येत्तत्त्वमात्मनः ।। (साम्यशतक-८४, विजयसिंहसूरिकृत) .. यः सर्वत्रानभिस्नेहस्तत्तत्प्राप्य शुभाशुभम् ।।
નામનતિ ને ષ્ટિ, તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા | (મધ્યાત્મસાર-૬િ૬)
૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org