________________
માટે તે પાપરૂપ જ થયું છે, ભાવધર્મરૂપ નહિ. પ્રાયઃ બધું આત્માને ભૂલીને કર્યું છે. આત્માને નિર્મળ બનાવવાના નિર્મળ ઉદેશથી પ્રાયઃ કર્યું નથી. તાત્ત્વિક સમત્વ ભાવને વિસારીને જગતને ખુશ કરવા*, પ્રસિદ્ધિ અને ધર્મી તરીકેની વાહ-વાહ મેળવવા જ મોટા ભાગે તપ વગેરે ધર્મનું આચરણ કર્યું છે. આવું કરીને અચિંત્ય ચિંતામણિ એવા ધર્મનું મૂલ્યાંકન કાચના ટુકડા જેવું કર્યું. કામધેનું અને કામકુંભ કરતાં ચઢિયાતા ધર્મની ફૂટેલી કોડી જેવી કિંમત આંકી. કદાચ તેવા આશયથી ધર્મ ન કર્યો હોય તો ય ધર્મપ્રવૃત્તિ પછી મળતી યશ-કીર્તિ-આબરૂમાં જીવને ગલગલીયાં જ થયા છે. ધર્મક્રિયાના પ્રભાવે મળેલ સ્વર્ગાદિમાં, ભોગસુખમાં જીવ ખૂંચી જ ગયો છે. અને બધું કરેલું ધૂળધાણી કરેલ છે.
જ્યાં સુધી (૧) ઓઘસંજ્ઞા, સાંસારિક બંધન, દેહાભિમાનબંધન, મતાગ્રહ, માનાકાંક્ષા, વાસના, કુસંસ્કાર, સંકલ્પ-વિકલ્પબંધનથી મનોવૃત્તિ વિરામ ન પામે, (૨) ખોટો વિચાર આવે ત્યારે ઝટ ચેતીને કુનિમિત્ત છોડી પોતાના આત્માને કડક ઠપકો આપી તરત સદ્વિચારમાં-જિનાજ્ઞામાં ચિત્તને ન જોડે, (૩) કુવિચારમાં રુચિપૂર્વક તણાયે રાખે, (૪) નવા-નવા બંધનો કરવા ગમે, (૫) વૈરાગ્ય અને ઉપશમ દ્વારા શાસ્ત્રબોધને જે ન પરિણમાવે અને (૬) જેને વિભાવદશાનો કે (૭) વિકલ્પદશાનો થાક ન લાગે તેને આત્મા પકડાવો અઘરો છે. શાસ્ત્રોને માત્ર જાણવાથી, સાંભળવાથી કે વાંચવાથી હૃદયપલટો ન થાય. અપથ્યસેવન છોડ્યા વિના કેવલ ઔષધપાનથી રોગ કેમ જાય ?
હૃદયપલટા વગર માત્ર બાહ્ય જીવનપરિવર્તન એ નકલી પરિવર્તન જાણવું. માયા-દંભ-કપટ-દેખાવમાં તેને પલટાતાં વાર લાગતી નથી. પોતાના ચૈતન્યસ્વભાવના આસ્વાદથી આવતું હૃદયપરિવર્તન-જીવનપરિવર્તન એ વાસ્તવિક પરિવર્તન છે. શુદ્ધ ચૈતન્યના આસ્વાદ માટે, તેમાં સ્થિરતા કરવા માટે થતું બાહ્ય જીવનપરિવર્તન એ તેની જ ભૂમિકારૂપ છે. પણ સંસારને અમર્યાદ ભોગવવો, મોહમાં પડવું, અજ્ઞાનને સેવવું, મૂઢદશા છોડવી નહિ ★ साम्यं विना यस्य तपःक्रियादेर्निष्ठा प्रतिष्ठार्जनमात्र एव ।
स्वर्धेनुचिन्तामणिकामकुम्भान् करोत्यसौ काणकपर्दमूल्यान् || ( अध्यात्मोपनिषत् - ४।१३) નોòિત્તિ-વળ-સદ્-સિલોગયા! આયાહિદુિગ્ગા । (શવૈતિક ૬/૪/૬) अकृत्वा विषयत्यागं, यो वैराग्यं दिधीर्षति ।
अपथ्यमपरित्यज्य, स रोगोच्छेदमिच्छति ।। (अध्यात्मसार - ५/६ )
Jain Education International
For Private & Personal Use Only
૩૯
www.jainelibrary.org