________________
હોય, અંદરની સાચી ભૂખ-ગરજ હોય તેને ક્યાંય ચેન પડે નહિ. તેની ચિત્તવૃત્તિ બીજે ક્યાંય ટકે જ નહિ. તેથી પરિણતિ અંદર ગયે જ છુટકો, હૃદય પલટો થયે જ છુટકો. આત્મસ્વરૂપને ગ્રહણ કરવાની તીવ્ર તમન્ના અને ઊગ્ર ઝંખના હોય તેને “હું શુદ્ધાત્મા છું' એવા શુભ વિકલ્પમાં પણ ચેન ન જ પડે, કારણ કે શુભ વિકલ્પ પણ વિભાવ જ છે. બહારથી, વિભાવથી, વિકલ્પથી થાક, કંટાળો, આકુળતા લાગે તો જ પોતાના શુદ્ધ ચૈતન્યનો આશ્રય થાય, અંતરંગ પરિણતિ પલટો ખાય.
અંદરની પ્રબળ રુચિ, જોરદાર લગની, તીવ્ર તમન્ના હોય તો અંતરપલટો થાય. અંતરની દિશા પલટાવવાનો આશય જોઈએ, તો પરિણતિ વિભાવથી પલટો ખાઈને સ્વભાવ તરફ વળે. વત્સ ! –શાસનપ્રભાવના અને ધર્મના રક્ષણ માટે ભગવદ્ભક્તિભાવથી થતી તપ-ત્યાગ-પ્રવચન-લેખન આદિ પ્રવૃત્તિ પણ આત્માને ભૂલીને કરે તો પરમાર્થથી કામ ન લાગે. નિસ્પૃહભાવે આત્મશુદ્ધિનું પ્રબળ લક્ષ ન હોય તો શાસનરક્ષા-પ્રભાવનાના નામે શરૂ થયેલ કાર્ય જાતપ્રભાવનામાં જ ફેરવાઈ જતાં વાર ન લાગે.
સૌપ્રથમ શાસનપ્રભાવના કોને કહેવાય ? એ તો જરા ડાહ્યો થઈ, શાંત થઈને વિચાર. શાસનપ્રભાવના રાગ-દ્વેષ ઘટવાથી થાય કે વધવાથી? રાગ-દ્વેષ બેરોકટોક વધારે જ રાખે તે ખરેખર વીતરાગના માર્ગમાં હોય કે બીજાના માર્ગમાં? રાગાદિ વધે તે ખ્યાલમાં જ ના હોય તે જિનશાસનમાં કે કષાયશાસનમાં ? માનકષાય વગેરેના શાસનમાં રહેવા છતાં પોતાને જિનશાસનમાં માને તે કયા ગુણઠાણે હોય? એ તો વિચાર. અભિમાન* કરવું એ તો બાલકક્ષાની નિશાની છે.
અનાદિ કાળથી વૃત્તિ બહિર્મુખી છે, ચંચળ છે અને મલિન છે. માટે આત્માર્થને ચૂકીને, વિસરીને, આત્મહિતને લક્ષગત કર્યા વિના કશુંય ન કરવું. બાકી ધર્મબુદ્ધિથી સારી પ્રવૃત્તિ કરવા છતાં પાપ બંધાતા વાર ન લાગે. આસ્તિકની ભૂમિકામાં પણ ધર્મના નામે અત્યાર સુધી દેખાદેખીથી જીવે ઘણું કર્યું છે. પરંતુ મોટા ભાગે દેખાવ-ડોળ-આડંબર કરવા કર્યું છે. A તપસ્વી નિમજ્યા વ, શાસનોમાસનેયી |
પુષ્પ વMતિ વહુન્ન, મુખ્યતે તું ગતકૃદ: (અધ્યાત્મસીર-૨૮૬૦)
વાનગર પામઃ | (સૂત્રતા - શરીર) .. पापबुद्ध्या भवेत् पापं, को मुग्धोऽपि न वेत्त्यदः ।
ઘર્મનુયા તુ યર્ પs, વિન્ચે નિપુછી. છે (થાસાર-રારૂ?)
૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org