________________
૧૦.
...
તો દથપલર્ટ થાય
પરમાત્મા :→ વત્સ ! અંતરપલટો કરવાની, પરિણતિને પલટાવવાની તારી હાર્દિક ભાવના જાણી. જે સાચો રસ્તો પકડે, ધ્યેયને છોડે નહિ, પુરુષાર્થ કરે, મજબૂત-પૂર્ણ કારણસામગ્રી અપનાવે તેને કાર્યસિદ્ધિ થયા વિના રહે નહિ. આ ત્રિકાલઅબાધિત સાર્વત્રિક નિયમ છે. જે કામ કરવું હોય તેના તમામ કારણો ભેગા કરવા પડે. તો કામ થાય. પાછળ પડે તો કામ
થાય.
જ્યારે બહારમાં પ્રેમ-લાગણીની બધી જ લાળ છૂટી જાય અને ‘આત્મા જ જોઈએ’ એમ આત્માની પૂરેપૂરી રુચિ જાગે, વીતરાગદશા પ્રગટાવવાની લગની લાગે તો જ અંદરમાં જવાય અને પરિણતિ પલટો ખાય. ‘આત્મામાં ઠરવું એ જ મારું કર્તવ્ય છે. આ મારે કરવું જ છે.' એમ અંતરમાં લાગે તો રસ આવે અને હૃદયપલટો થાય. આકર્ષક છતાં એકાંત દુઃખદાયક એવી વિભાવદશા-મોહદશા-પુદ્ગલદષ્ટિ પ્રત્યે પૂંઠ કરી ‘કરવા જેવું તો એકમાત્ર આત્માનું જ છે’ એમ અંદરથી જોર-છાળો આવે તો પોતે આપમેળે પલટો મારે.
(૧) દેહાધ્યાસ-કામાધ્યાસ-રાગાધ્યાસ વગેરે વિભાવોથી પાછો ફરવાનો પોતે સંકલ્પ અને પ્રયત્ન કરે. (૨) ‘મારે પરિણતિને પલટાવ્યા વિના રહેવું જ નથી, પલટો કર્યે જ છૂટકો છે. વર્તમાનમાં જ પલટો કેમ ખાઉં? કેમ પુરુષાર્થ કરું ? ઝટ કેવી રીતે આત્માનું કામ થાય ? મારી અંતરંગ પરિણતિ-આત્મદશા-મનોવૃત્તિ ક્યારે પલટો મારશે ?' - એમ રુચિની તીવ્રતા થાય. (૩) પોતાના તરફ રહેવાની શ્વાસતુલ્ય જરૂરીયાત જણાય. (૪) અંતરંગ પુરુષાર્થ પ્રબળ બને. આમ ચાર પરિબળ ભેગા થાય તો પરિણતિ પલટો મારે અને પોતે આત્મા તરફ ટકી શકે, આત્મલક્ષ` અને આત્મપ્રતીતિપૂર્વક જીવન જીવી શકે. આત્માની પારમાર્થિક ઓળખાણ થાય તો પોતે અંદરથી પલટાઈ જાય.
Jain Education International
રાગાદિ વિભાવ પરિણામો ઝેરતુલ્ય લાગે તો પરિણતિ ત્યાં ટકી જ ન શકે અને અંદરથી તે પલટી જાય. વૃત્તિ અંતર્મુખ કરી, આત્મસ્વરૂપને ઓળખી, આત્મદ્રષ્ટિ કરીને હૃદય પલટાવવાનું છે. આત્માની ઊંડી જિજ્ઞાસા જુઓ પૃષ્ઠ. ૧૫૧
For Private & Personal Use Only
39
www.jainelibrary.org