________________
વિભાવ પરિણામો અને સંકલ્પ-વિકલ્પો ઉત્પન્ન થયા જ કરે છે. પણ તે દશા મારો સ્વભાવ નથી જ. હું તો આપના જેવો ચેતન છું. આ વિભાવ તે હું નહિ. આ વિભાગ દશા તે મારો સ્વભાવ નથી. હું વિભાવસ્વરૂપ નથી. હું તો આપના જેવો અસંગ અને અવિનાશી, નિર્મળ જ્ઞાનસ્વરૂપ છું. આ વાતની પાકી શ્રદ્ધા હોવા છતાં મારું તેવું સ્વરૂપ અંતરમાં કેમ ભાસતું નથી ?
પ્રભુ !કયાં આપે બતાવેલું આત્માનું શુદ્ધ સ્વરૂપ અને કયાં વર્તમાનની મારી અધમ દશા ? પ્રભુ હું કોણ ? મારો સ્વભાવ શું ? મારું સ્વરૂપ શું? હું કયા સ્વભાવે વર્તુ છું? મને આત્મા કોણ બતાવશે? હું અંદરમાં કઈ રીતે જાઉં ? તેનો ઉપાય શું ? વર્તમાનનું મારું પરિણમન અને મારા મૂળ સ્વભાવમાં કેટલો તાલમેળ છે ? આટલો બધો ફેરફાર શાથી થયો? મારો મૂળભૂત આત્મા કઈ રીતે ઓળખાય ?
હે પૂર્ણબ્રહ્મસ્વરૂપી! તારી વાણીથી આત્માનું સાચું સ્વરૂપ જાણવામાં આવે છે તો માણવામાં કેમ નથી આવતું ? બુદ્ધિમાં આત્માનો મહિમા વસે છે તો પરિણતિમાં તે કેમ ઠસે નહિ ? મગજમાં આત્માના ગુણો પ્રવેશે છે તો હૃદયમાં કેમ પધારતા નથી ? શુદ્ધાત્મા કેવી રીતે પ્રગટ થાય ? મારો આનંદસ્વભાવ શી રીતે અનુભવાય ? વિભાવ દશાથી હું જુદો કઈ રીતે પડું ? એ જ મને કંઈ સમજાતું નથી.
દ્રવ્યથી ભલે હું શુદ્ધ છું. પણ પર્યાયમાં સાવ પામર છું. રાંક-દીન અને દરિદ્ર જ છું. પર્યાયમાં ઘણી અધૂરાશ છે, કાળાશ છે, મલિનતા છે. માટે દીનાનાથ ! તમે મારી સાથે રહેજો. નિકટના સાથીદાર બનજો. આપની
મૃતિ, શર પ્રગતિ અને સમર્પણ ભાવની આંગળી પકડીને આગળ વધવાનો પ્રયત્ન કરું છું.
આપની શરણાગતિથી જ પરિણતિ પલટાવવાનો પુરૂષાર્થ સફળ થશે. આપની કૃપાદૃષ્ટિથી મલિન પર્યાય બદલવાની અને સુધારવાની મહેનત સાર્થક થશે. આપના પ્રભાવથી બાહ્ય દૃષ્ટિ અંતરમાં વળશે, તકલાદી શ્રદ્ધા પોલાદી બનશે, આત્મરુચિ પ્રબળ બનશે- એવો મને પાકો વિશ્વાસ છે. પરંતુ મારી પરિણતિને કઈ રીતે પલટાવું? વૃત્તિને કઈ રીતે અંદરમાં વાળું? હૃદયપલટો કરવાનો ઉપાય તો બતાવો. મારા પ્રભુ ! અંતરપલટો કરાવશો ને !
૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org