________________
૧૫ નબળાઈથી થતી વિભાવદશાનો ચિતાર
ઓ અન્તર્યામી ! આપે ઉદારતાપૂર્વક કરુણા કરીને શાસ્રબોધ પરિણમે એનો પાવન પંથ બતાવવાની કૃપા કરી. પણ હું તો શાસ્રબોધને વિકૃત કરે તેવા દેહાધ્યાસ, વિરાધકભાવો વગેરેને જ જાણે-અજાણે પુષ્ટ કરે રાખું છું. આ હાડકા-ચામડાનો કોથળો લઈને બધે ફરે રાખું છું. કાળક્રમે તે કોથળા બદલે રાખું છું. આ હરતા-ફરતા કેદખાના અને ઉકરડાને જ સતત પંપાળે રાખું છું. સ્મશાનની ધૂળ-માટી અને રાખ સમાન એવા આ શરીરમાં મોહાઈ જાઉં છું. ગંધાતી ગટરતુલ્ય આ શરીરમાં હું ભળી જાઉં છું. જ્યાં ને ત્યાં એની જ ચિંતા ને મથામણમાં કાળ પસાર કરું છું. આમ ને આમ અનંત કાળ એમાં જ પૂરો કર્યો.
..
રાગાદિ દશામાં જ અત્યાર સુધી પરિભ્રમણ કર્યુ અને એમાં જ અત્યારે પણ ઊભો છું. મારા પ્રભુ ! પુદ્ગલ, પુદ્ગલના પર્યાય, બાહ્ય નિમિત્તો, નિમિત્તજન્ય શુભાશુભ વિકલ્પો, તેમાં સારા-નરસાપણાની કલ્પના, રાગદ્વેષાદિ વિભાવ પરિણામો-આ બધાથી હું જુદો હોવા છતાં પણ તેમાં કેમ ભળી જાઉં છું ? તે જ સમજાતું નથી.
પ્રભુ ! આપે આવરણો દૂર કર્યા અને આત્માને પ્રગટ કર્યો. પૂર્ણાનંદમય આત્મસ્વરૂપમાં આપ બિરાજી રહ્યા છો. તે જ સ્વરૂપ પરમ સત્ય છે. આપે પ્રગટ કરેલો શુદ્ધાત્મા એ જ પરમ તત્ત્વ છે. તે જ સ્વરૂપ મને ગમે છે. તેની જ મને રુચિ છે. તે જ મને પ્રાપ્ત થાઓ. તેની જ હું ભાવના અને પ્રાર્થના કરૂં છું. જે આપને હો; તે જ મને હો. આપે જે પ્રગટ કર્યું તે જ આદરવા લાયક છે. તે જ સારી ચીજ છે. સ્વભાવદશા જ સારી છે. વિભાવ સારો નથી. એ વિભાવ મારો નથી.
તેમ છતાં અનાદિના અવળા અભ્યાસથી, સત્પુરૂષાર્થની મંદતાથી, શ્રદ્ધાની કચાશથી, આવરણના જોરથી, દેહાધ્યાસાદિના પ્રભાવથી, મનની અસ્થિરતાથી, ઉપયોગની બહિર્મુખતાથી, ઉત્સાહની અલ્પતાથી, મલિન અનુબંધના પ્રભાવથી, કર્મોદયના ધક્કાથી, "આત્મજાગૃતિની ઓછાશથી, ૧૨જાગૃત થયેલા તાજા કુસંસ્કારોની ઉત્કટતાથી, મજબૂત ધૈર્યના અભાવથી, સહિષ્ણુતાની ઉણપથી અને પરિણતિની નબળાઈથી મારામાં રાગાદિ
सक्कम्मुणा विपरियासुवेति । (सूत्रकृतांग १/७/११ )
Jain Education International
For Private & Personal Use Only
૩૫
www.jainelibrary.org