________________
તેવી અંતઃકરણની વૃત્તિ થવી જોઈએ. કર્મવશ આશ્રવમાં પ્રવર્તન થાય ત્યારે પણ તેમાં અનાદર-અરુચિ-અવિશ્વાસ-અંજપાવાળું વલણ કેળવવું જોઈએ. આ રીતે આશ્રવમાં અકર્તવ્યતા, ધિક્કાર, તિરસ્કાર, અણગમાથી ગર્ભિત આશ્રવનો બોધ એ પરિણતિ જ્ઞાન બને.
પરિણતિ જ્ઞાનનો અભ્યાસ બળવાન થાય તો આશ્રવ પ્રત્યેનું ખેંચાણ, આકર્ષણ છૂટી જવાથી તેના પ્રત્યે હૃદય ઉદાસીન, ઉપેક્ષિત, અલિપ્ત, અસંગ બનતાં આશ્રવમાં ચૈતન્યનું જોડાણ ન થવાથી આશ્રવ- પ્રવૃત્તિ અટકી પડે, છૂટી જાય એવો બોધ સંવેદનજ્ઞાન કહેવાય. આ ભૂમિકાએ પહોંચવામાં શાસ્ત્ર સહાયક બનો- એવું લક્ષ રાખી ભીંજાતા હૃદયે શાસ્ત્રાભ્યાસ થાય તો શાસ્ત્ર પરિણમે.
બાકી ઐતિહાસિક દષ્ટિથી, તુલનાત્મક દૃષ્ટિથી, સમન્વયદષ્ટિથી, રચનાશૈલીદષ્ટિથી, વ્યાકરણ-ન્યાય-અલંકાર-છંદદષ્ટિથી, આત્મલક્ષ વિના નયનિક્ષેપ-પ્રમાણની લૂખી દષ્ટિથી, કોરી તાર્કિકદષ્ટિથી શાસ્ત્રાભ્યાસ કરીશ તો કાંઈ વળશે નહિ અને મહામૂલી ટૂંકી માનવજીંદગી આમાં જ પસાર થઈ જશે. માટે ઐતિહાસિક દૃષ્ટિ વગેરે ઉપર ભાર આપવાના બદલે પરિણતિજ્ઞાન, સંવેદનજ્ઞાન તરફ લગાવ રાખજે. તો શાસ્ત્ર પરિણમશે.
તે માટે અનાદિકાળના મલિન અનુબંધો, કુસંસ્કાર, દેહાધ્યાસ, રાગાધ્યાસ આશાતનાદિજન્ય વિરાધક ભાવો, ક્લિષ્ટવૃત્તિઓ, ભોગેચ્છા વગેરે અંતરંગ અશુભ પરિણતિ અને તુચ્છ આશય વગેરે અંદરમાં પડેલા છે તેને ઓછી નાખે તો શાસ્ત્રબોધ ટકે, પરિણમે. જેમ ઊલટી કરેલા ગંદા વાસણમાં રાખેલ દૂધપાક બગડી જાય, એસીડવાળી તપેલીમાં દૂધ ફાટી જાય તેમ મલિન પરિણતિ અને વિરાધક ભાવવાળા ચિત્તમાં શાસ્ત્રબોધ વિકૃત બની જાય, પરમાર્થરૂપે પરિણમે નહિ. માટે વત્સ ! પૂર્વના વિરાધક ભાવને અને મલિન અનુબંધને ઘસીને, તેને ઘસવાના જ લક્ષથી શાસ્ત્રશ્રવણ વગેરે કરજે. તો : અવશ્ય શાસ્ત્રબોધ પરિણમશે.
કહેવાનો આશય એ છે કે અધ્યાત્મ અંતઃકરણમાં વસે, અધ્યાત્મપરિણમનના લક્ષથી અધ્યાત્મશાસ્ત્ર-યોગગ્રન્થ આત્મસાત્ થાય તો જ આનંદમય આત્મસ્વરૂપની પ્રતીતિ થવા દ્વારા અનાત્મતત્ત્વમાં સુખનો ભ્રમ દૂર થાય અને અન્ય શાસ્ત્રોમાં રહેલો પરમાર્થ સરળતાથી પરિણતિરૂપ બને. વત્સ ! તારા પ્રશ્નનો પ્રત્યુત્તર મળી ગયો ને ! હવે લાગી જા આ મા. A. ન ધારાત્મતત્ત્વચ વૃષ્ટપ્રાન્તિવર્તત ! (અધ્યાત્મપનિષદ્ - રાજ)
38
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org