________________
નિશ્ચય હોય તો શાસ્ત્રનો ઉપદેશ પરિણમે. (૨) ‘વિરાધના-વિષય-કષાયમય સંસારમાં સુખ નથી જ’- આવો ઝળહળતો વૈરાગ્ય હોય, (૩) ‘શાસ્ત્રકાર ભગવંત મને જ કહે છે. મારા હિત માટે જ કહે છે' આવી અપૂર્વ ભાવના અંતરમાં તરવરતી હોય, (૪) જન્મ-દેહધારણ-ભોજનપ્રબંધ વગેરેનો ત્રાસ લાગે, (૫) ‘આત્માને જ મારે જાણવો-જોવો-અનુભવવો છે' - એવા લક્ષ્યપૂર્વક શ્રવણ-વાંચન-ચિંતન-લેખન-નોંધ વગેરે કરે, (૬) આત્મા સિવાયની વાત કાનને ગમે નહિ, (૭) આત્મકલ્યાણ સિવાયની બીજી તુચ્છ વિચારણા મનને ગમે નહિ, (૮) ‘હું જાણું છું' એવો અહંભાવનો ભાર ઉતરી જાય, (૯) પોતાની જાતની-આત્માની દયા આવે, (૧૦) સાચું આત્માર્થીપણું આવે, (૧૧) વિભાવદશાથી ચિત્તવૃત્તિપ્રવાહ વિરામ પામે, (૧૨) કર્મ કાપવાની પ્રબળ તમન્ના જાગે, (૧૩) કર્મબંધના કારણોનો ભય લાગે, (૧૪) કલિકાલના બિહામણા સ્વરૂપની વિચારણા કરે, (૧૫) શરીરાદિની અનિત્યતાઅશુચિતા-અસારતા-અશરણતા-પારકાપણું હૃદયથી સમજાય, (૧૬) મોહજન્ય છેતરામણી ભરેલી વિચારણાથી ઝટ ચેતે, (૧૭) સદ્ગુરુ પ્રત્યે વાસ્તવિક સમર્પણ-શરણાગતિ આવે, (૧૮) હૃદય- પલટો મારે, (૧૯) આત્મા જ એક માત્ર સારભૂત લાગે તથા (૨૦) નિર્મળ બુદ્ધિ, ધીરજ, ઉપશમભાવઆ ત્રણના માધ્યમથી પૂર્વના વિરાધક ભાવોને ઘસે અને (૨૧) પારમાર્થિક કલ્યાણકારી તત્ત્વની રુચિ કેળવે તો શાસ્ત્રબોધ પરિણામ પામે.
‘મહાવિદેહ ક્ષેત્ર, જીવતા તીર્થંકર, કેવલજ્ઞાની, પૂર્વધર વગેરેનો મને વિરહ છે’- એમ વિચારવું તે આત્મદયા નથી. પરંતુ ધીરજ-સમતાપૂર્વક, વિભાવદશા છોડી, આવતા સંકલ્પ-વિકલ્પની દશા ભૂલીને, આત્મલક્ષે જિનાજ્ઞા આરાધવી તે પોતાની સાચી ભાવદયા છે.
જીવાદિ નવ તત્ત્વનું* પ્રતિભાસ જ્ઞાન ગમે તેટલું દઢ થાય, સૂક્ષ્મ થાય. પરંતુ પરિણતિજ્ઞાન અને સંવેદનશાન ના થાય તો તેની કશી જ કિંમત નથી. અભવ્ય પાસે પણ તત્ત્વનું પ્રતિભાસજ્ઞાન પુષ્કળ હોઈ શકે. પણ મહત્ત્વ તો પરિણતિજ્ઞાન અને સંવેદનજ્ઞાનનું છે.
પરિણતિવાળા જ્ઞાનને મેળવવા આંતરિક વલણ તત્ત્વના સ્વરૂપને અનુકૂળ બનાવવું જરૂરી છે. આશ્રવનું જ્ઞાન થાય તો આશ્રવમાં હેયતાનું ભાન થાય
‘હૃદય પલટો’ સમજવા જુઓ પૃષ્ઠ ૩૭
જ. નહ નહ તત્તરુરૂ તહ તહ તત્તાગમો હોડ઼ | (અવશ્યનિર્યુત્તિ રૂ।??૬૯)
*. विषयप्रतिभासं चात्मपरिणतिमत्तथा । तत्त्वसंवेदनं चैव ज्ञानमाहुर्महर्षयः || ( अष्टक ९ / १ )
33
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only