________________
ન હોવાથી, આત્મકલ્યાણની તીવ્ર ભૂખ ન હોવાથી, મહામોહનો ઉદય હોવાથી, માનસિક પરિશ્રમથી ભાગેડુવૃત્તિ હોવાથી શાસ્ત્રને વાગોળવાનું, પરમાર્થને જોવાનું, અધ્યાત્મશાસ્ત્રપ્રયોજનને વિચારવાનું અને પરિણમાવવાનું કામ નથી કરેલ.
‘હું શાસ્ત્ર ભણું’ એવા ભાવ કરતાં ‘શાસ્ત્રનો આદરપૂર્વક ઊંડો વિચાર કરું, પરિણમન કરું' આવો ભાવ વધુ હિતકારી છે, જરૂરી છે. અધ્યાત્મશાસ્ત્રને વાંચી, કંઠસ્થ કરી, વાગોળી, આશયગ્રહણપૂર્વક પરિણમાવીને યોગ્ય જીવોને મોક્ષશાસ્ત્રના ઊંડા મર્મ સુધી પહોંચાડવા, યોગ્ય જીવોમાં શાસ્ત્રોને ઉચિત રીતે પરિણમાવવા તે જ તાત્ત્વિક જ્ઞાનરક્ષા છે. બાકી કોમ્પ્યુટર વગેરેની સહાયથી થતા પ્રયત્નો તો પ્રાયઃ પુસ્તકરક્ષા અને સ્વપ્રસિદ્ધિરક્ષા વગેરેમાં જ પરિણમે છે. માટે તારે તો વાસ્તવિક જ્ઞાનરક્ષા કરવી.
એક વખત સાંભળેલ, વાંચેલ, વિચારેલ, ધારેલ શાસ્ત્રના અર્થને ‘આટલો જ આ શાસ્રવચનનો અર્થ છે' એમ દઢ કરી ન દેવો. જેમ જેમ જ્ઞાનગર્ભિત વૈરાગ્યદશા, અસંગ આત્મદશા વધતી જશે તેમ તેમ અપૂર્વ અજ્ઞાત અર્થપદાર્થ-પરમાર્થ-રહસ્યાર્થ સ્વયં સ્ફુરતા જશે. શાસ્ત્રના એક-એક વચન માટે અદમ્ય ઝૂરણા-તીવ્ર તલસાટ-પ્રબળ મંથન-અહોભાવ-ઊંડો આદરભાવ હશે તો શાસ્ત્રના ગૂઢાર્થ આપમેળે સ્ફુરાયમાન થશે અને પરિણમન પામશે.
શાસ્ત્રના *ઉપલક અધ્યયન-શ્રવણ-વાંચનથી કે પરલક્ષી (બીજાને કહેવાસમજાવવા કરેલા) શાસ્રચિંતનથી મોહ છેતરાતો નથી, ક્રોધ જીતાતો નથી, વાસના હારતી નથી. કદાગ્રહથી પંડિતાઈનો ડોળ કરીને ઓઘદૃષ્ટિથી વાંચેલ, સાંભળેલ કે વિચારેલ પણ ઝટ અંદરમાં ઉતરી નથી જતું. “દેહદિષ્ટ દૂર કર્યા વિના, આત્માનંદની ઝૂરણા વગર, આદરશૂન્ય હૃદયે કરેલ શ્રવણવાંચન-લેખન-ભાષણ-ચિંતન માત્રથી શાસ્રબોધ પરિણામ પામતો નથી, વિભાવ જીતાતો નથી. ‘ભગવાનના વચનોમાં તે તે આશયથી મારી વૃત્તિપરિણતિ કાયમ ટકી રહો' એવા ભાવથી શાસ્ત્રનું અધ્યયન થાય તો પરિણમન થાય અને વિભાવદશા જીતાય.
(૧) ‘આ આખું જીવન આત્મકલ્યાણમાં જ ગાળવું છે’ - એવો પાકો
महामोहदोसेण न पेच्छन्ति परमत्थं । ( समराइच्चकहा भव ९ / पृ. ८६७ ) ★ अधीत्य किञ्चिच्च निशम्य किञ्चिदसद्ग्रहात्पण्डितमानिनो ये ।
मुखं सुखं चुम्बितमस्तु वाचो, लीलारहस्यं तु न तैर्जगाहे || ( अध्यात्मसार १४ - ३) 4. वपुष्यात्मभ्रान्तिर्यदि न विनिवृत्ता किमु ततो ।
विमुच्यन्ते पाठो न भवति कदाचिद् गुणकः ।। ( अध्यात्मबिन्दु ४ / १२ )
૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org