________________
છે. તેનાથી કેવળ દુર્લભબોધિ જ થવાય છે. માટે મુખ્યતયા માત્ર પોતાની જાતને જ સમજાવવાનો આત્માર્થીએ પ્રયત્ન કરવો. આત્મકલ્યાણને છોડીને પરોપકાર કર્તવ્ય બનતો નથી.*બહુ બોલ-બોલ કરવાની પડી ગયેલી કુટેવ વાણીની સત્યતાને પણ જોખમાવે છે.•
બીજાને કહેવું પડે, સમજાવવું જ પડે એવા સંયોગો વાસ્તવમાં જણાય તો પણ બીજાને સમજાવતી વખતે “મારી જાતને સમજાવવા બોલું છું, જીવનમાં ઉતારવા બોલું છું– આવું લક્ષ રાખજે. બાકી બીજાને સમજાવવાનું પણ તાત્ત્વિક પરિણામ તને નહિ મળે. ટૂંકમાં પોતે પોતાને ઉપદેશ આપે તેવી આત્મદશા કરવાની પ્રબળ જરૂરીયાત છે. માટે “બીજાને સમજાવું છું.” એવો કર્તુત્વભાવ લાવતો જ નહિ. જે કોઈ અપૂર્વ વાતને તું બોલે તેમાં મોટાપણું-તાદાભ્યપણું રાખતો નહિ.
પરલક્ષ છોડીને, “જે કાંઈ વાંચન-શ્રવણ-ચિંતન-લેખન વગેરે કરું છું તે પોતાની અનાદિકાલીન અવળચંડી જાતને સમજાવવા-મનાવવા કરું છું – એવો અંતરમાં ભાવ રાખજે. કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી હું ખરેખર કાંઈ જ જાણતો નથી. હું તો સાવ આંધળો જ છું.'- એવું અંતરમાં દઢ રાખીને વિનમ્રભાવે શાસ્ત્રીય વાંચન-શ્રવણ-ચિંતન વગેરે કરીશ તો પરિણમન થશે.
ઓધસંજ્ઞાએ, ગતાનુગતિક રીતે, કેવળ કુતૂહલવૃત્તિથી, પરલક્ષી ઉપયોગથી વાંચન-શ્રવણ આદિ કરીશ તો પરિણમન નહિ થાય. શાસ્ત્રશ્રવણ-વાંચનાદિ કરતી વખતે “અત્યારની ભૂમિકામાં, મારી વર્તમાન આત્મદશામાં કેમ પ્રવર્તવું ?” એ લક્ષ રાખવામાં આવે તો શાસ્ત્ર પરિણમે.
હજુ કદાચ શાસ્ત્રને સાંભળવાનો, વાંચવાનો, કંઠસ્થ કરવાનો, બોલવાનો, લખવાનો, નોંધવાનો, પુનરાવર્તનનો પ્રયાસ જીવે કરેલ છે. પરંતુ શાસ્ત્રને વિચારવાનો, વાગોળવાનો, પરિણમાવવાનો પ્રયત્ન કરવામાં જીવ ઢીલો પડેલ છે. આત્મા ઉપર જોઈએ તેવી લાગણી ન હોવાથી, ઉપદેશક ઉપર દઢ વિશ્વાસ .. संवेगं विना लोकरञ्जनाद्यर्थमेवोपदेशादौ प्रवृत्तिरित्यवश्यमस्य मायानिकृतिप्रसङ्गो ___ दुर्लभबोधित्वञ्चेति आत्मबोधन एवाऽऽत्मार्थिना यतितव्यम् ।
(4ધ્યાત્મિકતપરી બા.૨૮૨ વૃત્તિ) *. अत्तहिअं कायव्वं जइ सक्का परहियंपि करेज्जा ।
अत्तहिय-परहियाणं अत्तहिअं चेव कायव्यम् ।।(महानिशीथ-वज्रार्यप्रकरण-१२२ पृ. १३३)
मोहरिते सच्चवयणस्स पलिमंथू । (स्थानांग सूत्र ५२९) A. સત્તર વર્તજ્ઞાનું, છદ્મસ્થા: ઐત્ત્વાકુવ: | (ધ્યાત્મોપનિષત્ શ૧૦).
૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org