________________
ખ્યાતિ મેળવવા માટે કરેલ છે. આ રીતે અધ્યાત્મશુન્ય બનીને શાસ્ત્રને* પણ શસ્ત્ર બનાવેલ છે. આત્મજ્ઞાનીના સીમાડાની બહાર પહોંચી ગયેલ છે. પ્રાયઃ સંયમની પરિણતિથી ભ્રષ્ટ હૃદયે માત્ર બાહ્ય ક્રિયા કરીને અભિમાન જ પોષેલ છે. પોતાના આત્માને નિર્મળ કરવાનો છે તે તો સાવ વિસરી જ ગયેલ છે. માટે જ વાંચીને કોઈને કહેવામાં, જણાવવામાં, ડાહ્યો ગણાવામાં આનંદ માને છે. આ ભૂલ તું તો સુધારી જ લેજે. ખરા અર્થમાં જે સમજ્યા તે ઝૂકી ગયા, તે સમાઈ ગયા. માટે કોઈને કહીશ નહિ.
તારી વર્તમાન પરિણતિ જોતાં વાસ્તવમાં તું ઉપદેશ દેવાને લાયક છે કે લેવાને ? ઉપદેશક કેવો હોય ? તેના હૃદયની ભાવના કેવી હોય ? હિતબુદ્ધિ-પરાર્થબુદ્ધિ હોય કે સ્વાર્થબુદ્ધિ ? આ બાબતનો તે કદિ ઊંડો વિચાર કર્યો છે? વાસ્તવિક વીતરાગતાનો માર્ગ, પ્રતિપળ સાનુબંધ સકામ નિર્જરાનો અંતરંગ માર્ગ જેને નથી મળ્યો તેણે તો પોતાને તાત્ત્વિક મોક્ષમાર્ગ કઈ રીતે મળે ? તે જ સૌપ્રથમ વિચારવું જરૂરી છે. માટે શાસ્ત્રો વાંચીને, સાંભળીને, મોઢે કરીને “હું ઘણું જાણું છું, કંઈક સમજું છું, બીજાને સારી રીતે સમજાવી શકું છું –એવી માન્યતાનો જુલાબ લેજે.
“શાસ્ત્રબોધનું પોતાનામાં પરિણમન કરવાના બદલે બીજાને સમજાવવામાં જ કેવળ શક્તિ ખરચવી તે કુશીલનું લક્ષણ છે, સુશીલનું નહિ. *ભાષણના વ્યાયામને કદિ કોઈ જ્ઞાની મહાત્માએ મોક્ષનો ઉપાય જણાવેલ નથી. જીવ ડાહ્યો થવા – જાણકાર દેખાવા જાય છે. તેથી પોતાનું ચૂકી જાય છે. માત્ર પારકું કરવા જાય તો પોતાનું પડ્યું રહે.
પરિણમન વિના, સ્વાનુભવ વિના, ગ્રંથિભેદ વિના હોશે હોશે બીજાને સમજાવવા બેસવું તે ધર્મકથા કે આત્મકથા તો નથી. પરંતુ અકથા જ છે. વૈરાગ્યથી ભાવિત થયા વિના બીજાને ખુશ કરવા સમજાવવું તે માયા * પુત્રરાષ્ટ્રિ સંસારો, ઘનિનાં મૂઢતા |
qતીનાં તુ સંસાર, શાસ્ત્રમથ્યાત્મર્ણતમ્ ! (ધ્યાત્મપનિષત્ - શ૭૨) A મદુરઇ ના | (નિશથમાણ દૂરરર/9... ૦૮૩) • વાયા વરિ સીતા | (સૂત્રતા શકીશ?૭) *. वाक्संरम्भं क्वचिदपि, न जगाद मुनिः शिवोपायम् ।।(सिद्धसेनीय द्वात्रिंशिका-८७) 2. मिच्छत्तं वेयंतो जं अन्नाणी कहं परिकहेइ ।
लिंगत्थो व गिही वा सा अकहा देसिआ समए ।। (दशवै. नियुक्ति २०९)
૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org