________________
માટે ફરી ફરીને કહું છું. “અહીંથી ઝડપથી પલાયન થાઓ, ભાગી જાઓ. હવે મને તમે બહુ કનડશો નહિ.”
મારા ઉપર દયા કરી, કરૂણા કરી, મહેરબાની કરીને હવે તો તમે અહીંથી પરાણે પણ વિદાય સ્વીકારી જ લો.
“માન ન માન મેં તેરા મહેમાન'- આવી નાદિરશાહી હવે ચાલી નહિ શકે. તમે તમારું ઘર સંભાળી લો. મને મારું ઘર સંભાળવા દો, ચલાવવા દો, નિભાવવા દો.
ઓ કુટિલ કામ ! તું તો જલ્દી ભાગ. તું તો જીવતું કતલખાનું જ છે, સળગતી -નરક જ છે, ગાંઠ છે. કાંટાની જેમ તું મારી આંખમાં સતત ભોંકાઈ રહ્યો છે. તું તો ઝેર છે ઝેર. મોત છે મોત. રાક્ષસ છે રાક્ષસ.
ઓ ગધેડી-કૂતરી-કબૂતરી-બિલાડી-કાગડી-ભૂતડી-ચંડાલિની વાસના ! તું તો હવે રવાના જ થા. ઓ લૂલી-લંગડી-કાણી ખૂંધી-બહેરી-મૂંગી-આંધળીહુઠી-પાંગળી-બોબડી-વાણી-વાંકી વાસના ! તું તો ભાગી જ જા.
એય ડાકણ-શાકણ-વેરણ-ઝરણ-સાપણ-અદેખણ જોગણ વાસના ! તું જા.. જા.. ને.... જા. ઓ લોહીભૂખી ભીખારણ, પ્રાણભૂખી પિશાચણ, વિકૃત વાઘરણ, અવળચંડી અભાગણ, દુષ્ટ દુર્ભાગણ વાસનારાક્ષસી ! તું પલાયન થા. તે તો મારું નખ્ખોદ જ કાઢ્યું છે. *તું ઝેરી કાંટો છે- એ મને ખબર પડી ગઈ છે.
ઓ છેતરામણી વાઘણ, ભૂંડી ભૂંડણ, ઠગારી, ધૂતારી, વળગનારી ડાકિની-શાકિની-શાતિની, પિશાચિની પામર વાસના ! તેં જ મને અનાદિ કાળથી ભૂલો પાડેલ છે. ભૂલાવામાં અને ચકરાવામાં ચઢાવેલ છે. હવે મહેરબાની કરીને પાપિણી વાસના ! તું ઝડપથી જા.
ઓ પવિત્રતા ! હે બ્રહ્મચર્ય ! તમે મને સાનુકૂળ થાઓ. સહાયક થાઓ. કૃપા કરો. અનુગ્રહવંત થાઓ. દયાળુ બનો. મને મદદ કરો.
કરુણા કરી મારો હાથ ઝાલો. ભવસાગર પાર ઉતારો. .. एस खलु गंथे, एस खलु मोहे । एस खलु मारे, एस खलु णरए ।
(લીવાર શરૂ૪) .. सल्लं कामा विसं कामा कामा आसीविसोवमा ।
( થTRITયશત-૨૦,૩૨Tધ્યયન /૩) મક વક્તા સ્થી વિત્તિi d e fથ્વી | (સૂત્રતા -શકીશ??)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org