________________
ધૂતારી વાક્ષના ! તું જા... ઓ દેહાધ્યાસ ! કુટિલ ક્રોધ ! હઠીલી વાસના ! તમે દૂર થાઓ. તમારા પગમાં પડું છું. તમને દિલથી વિનંતી કરું છું. હવે તમે અહીંથી રવાના થાઓ. દેવ-ગુરૂ અને ધર્મ સિવાય કોઈના ચરણે આ મસ્તક ઝૂકાવેલ નથી.
પણ આજે તમને સાષ્ટાંગ પ્રણામ કરીને કહું છું “તમે અહીંથી જલ્દી રવાના જ થાઓ.”
મારે તમારો સહવાસ નથી જોઈતો, નથી જ જોઈતો. તમારો તો પડછાયો પણ હું નથી જ ઈચ્છતો. હવે તમે અહીંથી ઝડપથી પલાયન થાઓ.
અનાદિ-કાળથી તમે અહીં ડેરા-તંબૂ નાખીને પડેલા છો. મારા ઉપર શૈતાનીયત ભરેલી ક્રૂરતા, કઠોરતા, નઠોરતા, નિર્દયતા તમે જ આચરેલી છે. પાગલપણામાં, અજ્ઞાનપણામાં, ગેરસમજથી કે ભ્રાન્તિથી મેં ભલે તમને આમંત્રણ આપ્યું હોય, પણ એ આમંત્રણ-પત્રિકા રદબાતલ જ સમજજો.
મને તમારું સાન્નિધ્ય પરવડે તેમ નથી. કારણ કે તમે બંધનના જ હેતુ છો. આરાધનાથી ઊભી થયેલી પુણ્યની મૂડીને મલિન કરનાર, બરબાદ કરાવનાર, સળગાવનાર તમે જ છો.
આત્મવિશુદ્ધિના શિખરેથી મલિન વિભાવદશાની ખીણમાં અવારનવાર મને નિર્દયપણે ફેંકનાર કેવળ તમે જ છો. અમૂલ્ય અને દુર્લભ તારક સામગ્રીને વિફળ અને નિષ્ફળ કરનાર તમારા સિવાય બીજું કોઈ જ નથી.
તમારે પનારે પડીને તો અનંતકાળની લાંબી રખડપટ્ટી મેં ભોગવી. તમારી સાથે માણેલી મજાની નવી સજા હવે મારે ફરી ભોગવવી નથી. તમે સપરિવાર અહીંથી જલ્દી જલ્દી રવાના થાઓ.
હું તમને પૂરેપૂરો બરાબર ઓળખી ગયો છું. તમારી અસલિયત ખબર પડી ગઈ છે. તમારું મૂળ હવે પકડાઈ ગયું છે.
તમારું આંતરિક સ્વરૂપ મેં જાણી લીધું છે. સામે ચાલીને આતંકવાદીને પોતાની જાત સોપી દેવાની મૂર્ખતા મારે નથી કરવી. કાળા ભોરીંગ સાપને ઘરમાં રાખવાનું ગાંડપણ હવે કરી શકું તેમ નથી. કેમ કે મોહની મદિરાનો નશો હવે ઉતરી ગયો છે. A. W૩ નિયસ વંધો | (ઉત્તરધ્યયન શા)
૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org