________________
ભાવો પ્રત્યે અંતરમાં પ્રબળ અણગમો હોય તો જ મોક્ષકામના સાચી. છૂટવાની ભાવના વાસ્તવમાં તો જ સાચી, જો બંધાવામાં ભૂલથી, પ્રમાદથી પણ ન પડે. આ વસ્તુસ્થિતિ તું કેમ ભૂલી જાય છે?
વત્સ ! હજુ નિસર્ગના કેટલાય મહાન કાર્યો તારા હસ્તે અનામત અકબંધ રહ્યા છે અને તું આ રીતે વાસના-કષાય-અહંકાર વગેરેના વમળમાં ખેંચી જાય તે કેમ ચાલે ? કેટલાયના દિલમાં તને ઊંચું સ્થાન મળેલ છે અને તું આમ નીચ, હલકા ને અધમ માર્ગે જાય તે કેમ ચાલે ?
મનને મારા ચરણે ચઢાવ્યા પછી પાછું લેવાય જ કેમ ? તે લીધા વિના આવા હલકા વિકલ્પોને મનમાં સ્થાન જ કેમ હોય? અમથા અમથા કુવિકલ્પોની પાછળ ખોટી થાય તે કેમ ચાલે ? શાણપણ ભરેલી વાતોથી બીજાને ડહાપણ આપનાર તું અણીના અવસરે, પરીક્ષાના સમયે જ ગાંડો થઈ જાય તે તો ચાલે જ કેમ ? હવે ડાહ્યો થઈ જજે હો.
રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org