________________
કોયલ ઘેઘૂર આંબાને છોડીને ઉકરડે ન બેસે તો
તું કેમ વિકૃતિના ઉકરડામાં સામે ચાલીને અટવાય છે ?
શા માટે ત્યાં જઈને અટકે છે ? કેમ વાસનાના બાવળમાં લટકે છે? શું ગુલાબને છોડી ગટરમાં ભમરો ભટકે ?
તું અંતરાત્માને છોડી વિજાતીય દેહ-ગટરમાં કેમ ભટકે છે ? મનથી અને દૃષ્ટિથી ત્યાં જ વારંવાર કેમ આથડે છે ? વાછરડાને છોડીને ગાયનું મન બીજે ના હોય તો પછી હે વત્સ! તારી ગુણવિભૂતિને છોડી વાસનામાં તારું મન કેમ રાખે છે ?
વાસનાને પરવશ થઈ બાલકક્ષામાં કેમ પહોંચી જાય છે ? “કામવાસનાગ્રસ્ત બનેલો તું મારાથી, મારા શાસનથી, મારા અનુશાસનથી, મારા માર્ગથી, મોક્ષમાર્ગથી, મારા મોક્ષમાર્ગના પાવન યાત્રીઓથી દૂર ને દૂર જઈ રહ્યો છે- આ વાત કેમ ભૂલી જાય છે ? આ રીતે આનંદના મધુર-શીતલ મહાક્ષીરસાગરથી પરાભુખ બની રણપ્રદેશમાં ભટકવાથી તને ઠંડક કઈ રીતે મળશે ? દાહ, બળતરા, તરસ, થાક, આકુળતા, અતૃપ્તિ, અધીરાઈ, અકળામણ, બેચેની સિવાય તને તેમાંથી બીજું શું મળેલ છે?
આ જ જન્મના હજારો, લાખો ને કરોડો વખતના ગલત અતૃપ્ત અનુભવ પછી પણ તું નહિ સુધરે તો કયારે સુધરીશ ?
*વિજાતીયને મનથી પણ જે ન ભોગવે, સપનામાં પણ જે વાસનાથી તણાય નહિ તે આત્મા તો સૌથી પહેલો મોક્ષે જાય અને મોક્ષાર્થી એવો તું અવારનવાર તેમાં તણાયે જ રાખે તે કેમ શોભે ? જ્યાં સુધી તારા મનને મૂઢ કરે, ચિત્તને ચલિત કરે, અંતઃકરણને ભ્રમિત કરે તેવી સાંસારિક *વાસના, વિજાતીય ખેંચાણ અંતરમાં અવાર નવાર પ્રગટે રાખે ત્યાં સુધી વાસનાશૂન્ય મોક્ષ માટેની તાત્ત્વિક રુચિ ક્યાંથી જાગે ? અને તે ન જાગે તો મોક્ષ કયાંથી મળે ? બંધનના કારણ ગમે જ રાખે તો વાસ્તવિક મુમુક્ષુતા કેવી રીતે પ્રગટે ? સંસાર, સાંસારિક ભાવો, પૌદ્ગલિક પરિણામો, દૈહિક
નૃત્યીવસંગતાયાના નિળસાસળવરમુદ્દા | (સૂત્રતાંને શાકા?)
इत्थिओ जेण सेवन्ति आदिमोक्खा हु ते जणा । (सूत्रकृतांग १/१५/९ )
यावज्जागर्ति संमोहहेतुः संसारवासना ।
निर्ममत्वकृते तावत् कुतस्त्या जन्मिनां रुचि: ॥ (સામ્યત-૨૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org