________________
ભલે ને ગટરમાં પાણી હોય તો પણ સ્નાન કરવા ગટરમાં કેમ પડાય? દારૂડીયા સિવાય કૂતરાના પેશાબને શરબત કોણ માને ?
*ભૂખ શમાવવા કોઈની ઉલટી (Vomit) ખવાય નહિ તો અનંતા સિદ્ધોએ વમેલા પુદ્ગલોમાંથી નિર્માયેલ મળ-મૂત્ર-અશુચિપૂર્ણ વિજાતીય વ્યક્તિનો સ્વાદ ચાખવા વૈરાગીએ સપનામાં પણ કેમ જવાય? આ તો કેવળ વાસનાનો વિલાસ છે. પણ વનકેશરી શું કદાપિ કોઈનું વમેલ ખાય ખરો ? વિષ્ટા ચૂંથનાર તો ડુક્કર સિવાય બીજો કોણ હોય ? અમર થવા વિષફલ કોણ ખાય ? વાસના કિપાકફળ છે- એ શું ભૂલી ગયો ?
શું ક્યારેય પણ ભૂખ્યો સિંહ ઘાસ ખાય ? ચાતકબાળ શું વરસાદ સિવાય બીજું પાણી પીવે ? સરોવર-નદી-સાગર છોડીને માછલી કદાપિ બહાર ભટકે ? દરીયામાં રહેનારા શૃંગી મત્સ્ય શું મીઠાં પાણીના
ઝરણાને છોડીને ખારા જલપ્રવાહમાં કદિ જાય ? અગંધન કુલના નાગ શું ઝેરને પાછું ચૂસે ? ચક્રવાકને સૂર્યની ગેરહાજરી કેમ આનંદદાયક બને ?
તો પછી તને આત્મવિસ્મરણ કેમ સુખદાયક બને છે ? ચકોરને અમાસની ઘોર અંધારી રાતે કઈ રીતે આનંદ આવે ? તને મોહના ઘોર અંધકાર સમાન વાસનામાં આનંદ કેમ આવે?
માનસરોવર સિવાય હંસને બીજું શું ગમે ? હે હંસાત્મા ! તું વિજાતીયની-પરદ્રવ્યની અપવિત્ર અને
ગંધાતી ગટરમાં કેમ મજેથી આળોટે છે ? રણપ્રદેશનો વાદળ વગરનો ઉનાળો મોરને કેમ આનંદ આપી શકે? હે મયૂરાત્મા ! તને વિકૃત વાસનાનો
વૈશાખી ઉનાળો કેમ અંદરમાં રતિદાયક લાગે છે ? - વર્માચ્છાદિતમાં સર્શાિવમૂકવરીપ |
वनितासु प्रियत्वं यत्तन्ममत्वविजृम्भितम् ।। (अध्यात्मसार ८१७) * જડ ચલ રંગની એંઠનો, ન ઘટે તુજને ભોગ હો મિત્ત.
(દેવચંદ્રજીકૃત વર્તમાનચોવિશી-૪/૫)
૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org