________________
પુદ્ગલરમણતાનો તમાશો છે.
મોહનો તમાચો છે.
અતૃપ્તિ છે, તૃષ્ણા છે.
૨૨
તરસ છે, તલપ છે, તપારો છે.
કેવળ કલેશ ને સંકલેશ છે.
એમાં માત્ર નિચોવાઈ જવાનું છે.
ભોગસુખની પ્રવૃત્તિ એ પુણ્ય ખરચીને, પાપનું દેવું કરીને, શુદ્ધિ સળગાવીને, જાતને નિચોવીને રાજી થવાનું ગાંડપણ નહિ તો બીજું શું છે ? વાસનાના દાવાનળમાં સેકાઈને-સળગીને રાખ થવા છતાં રાજી થનાર નાદાન જ કહેવાય ને ? રાજી થઈને, સામે ચાલીને મોહરાજાનો તમાચોથપ્પડ-લાફો ખાવા હોંશે હોંશે કેમ દોડે છે ? અંતિમવાદીને પોતાની જાત, વિના કારણે સોંપવામાં સ્વસ્થતા-સલામતી-સમાધિ-શાંતિ કઈ રીતે ? આકાશને બટકાં ભરવાથી શું પેટ કંદ ભરાય ?
અકળામણ-ગુંગળામણ ને રીબામણ છે.
તો પછી વિજાતીયને વળગવાથી તૃપ્તિ કેમ થાય ? બકરાની દાઢીમાંથી શું પુષ્ટિદાયક દૂધ નીકળે ? શું ઝાંઝવાના જળથી કદાપિ સઘન તૃપ્તિ થાય ? શું સાપના મોઢામાં કદાપિ અમૃતનો વાસ હોય?
શું ગટરમાં કયારેય પવિત્રતા હોય ?
Jain Education International
ઉકરડામાં વળી સુગંધ કયાંથી હોય?
કોલસામાં તો ઉજ્જવળતા કયાંથી મળે ?
મીઠામાં ખારાશ સિવાય બીજું શું મળે ?
બાવળીયાના કાંટા ઉપર પડેલા કેરીના પડછાયાને ખાવાથી, ચાવવાથી, ચૂસવાથી, ચગળવાથી મીઠાશ કઈ રીતે મળે ?
વાસ્તવિક આનંદ-શાંતિ મેળવવા સ્મશાનમાં કેમ જવાય ? દીવામાં હોમાવાથી પતંગીયાને સુખ કઈ રીતે મળે ?
લવિંગીયા મરચામાં મીઠાશ કઈ રીતે મળે ?
For Private & Personal Use Only
www.jainelibrary.org