________________
વાસનાને બરાબર ઓળખી લે
પરમાત્મા :– વત્સ !
ભોળા કબૂતરને પકડવા શિકારી જાળ બીછાવી અનાજને નાખે તેમ અજ્ઞાની ભોળા જીવને ફસાવવા, દુર્ગતિમાં મોકલવા, આત્મસુખથી વંચિત રાખવા, ૮૪ લાખ યોનિમાં રખડાવવા, વેદનાવમળમાં ડૂબાડવા માટે મોહરાજારૂપી શિકારીએ વિજાતીયતત્ત્વસ્વરૂપ માયાજાળ-ઈન્દ્રજાળ બિછાવી છે; તેમાં લાવણ્ય-સૌંદર્ય-રૂપસર્જનાત્મક અનાજ પણ મૂકેલ છે. પરંતુ વિજાતીયનું બાહ્ય રૂપસૌંદર્ય જોનાર કામી વ્યક્તિને ફસામણી કે દુર્ગતિની લાંબી પરંપરા દેખાતી નથી.
એ રોશનીદાયક તેજસ્વી પ્રકાશ નહિ પણ ભસ્મીભૂત કરનારો ભયંકર ભડકો છે, સાક્ષાત્ દાવાનળ છે. તને ભરખી જશે.
જે સાધક આત્મજ્ઞાનમાં મગ્ન બને તેને ખ્યાલમાં આવે કે પૌગલિક ભોગસુખની તમામ પ્રવૃત્તિ એ તો લપ છે, તલપ છે, વ્યસન છે, વળગાડ છે, કુટેવ છે, લજ્જાસ્પદ છે, જુગુપ્સનીય છે, બીભત્સ છે, નિંદનીય છે, પોતાના જ આત્માની અવહેલના અને આશાતના છે. એ કાયિક આવેગ છે, આવેશ છે. કેવળ માનસિક તણાવ છે, ભારબોજ છે.
શક્તિનો સર્વનાશ છે. સત્ત્વનું અધઃપતન છે. આત્માનો સર્વતોમુખી વિનિપાત જ છે. કેવળ પડછાયા પાછળની દોટ છે.
અંગોપાંગની માત્ર ધમાલ છે.
| વિજાતીય સૌંદર્ય માયાજાળ છે, ઈન્દ્રજાળ છે. વાસના સ્વયં દુઃખરૂપ છે, દુઃખદાયી છે, દુર્ગતિદાયક છે,
દોષ, દુઃખ અને દુર્ગતિની પરંપરાને દેનાર છે. 4. આત્મજ્ઞાને મુનર્મનઃ, સર્વ પુપ્રિમ | महेन्द्रजालवद्वेत्ति, नैव तत्रानुरज्यते ॥ (अध्यात्मोपनिषत् २.६)
૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org