________________
કઠોર નહિ જ બનતું હોય ? તારા પરિણામ કઈ રીતે નિર્ધ્વસ ન બને? અને એ ન બને તો તે કહેલી ઉપરની વાત સાચી કઈ રીતે ? “કૃષ્ણ કરે તે લીલા'- આ કહેવત શું તને પણ લાગુ પડવા માંડી? સાત રાજલોક દૂર રહેલા અનુત્તરવાસી દેવની શંકાને તું મનથી દૂર કરે. તો મારી વિકૃત વાસના તું કેમ દૂર ન કરે ? મારી વિષય-વાસનાની હઠીલી પજવણી નામશેષ થાય તેવા અંતરંગ પુરૂષાર્થનો મારામાં ઉપાડ કરવામાં સક્રિય અસર બતાવે તેવી તારા મનના પર્યાયની ગોઠવણી તું કેમ નથી કરતો ? તારા માટે તો આ રમત વાત છે.
મનોવૈજ્ઞાનિકો, રેકીમાસ્ટર, પ્રાણિક હિલીંગના સ્પેશ્યાલીસ્ટ વગેરે પણ જો દૂર બેઠા બેઠા મનથી જ તનના અને મનના રોગ મટાડવાની શક્તિ ધરાવે છે. તો શું તું તેનાથી પણ નીચો છે ? “તારી શક્તિ તો અનંત, પ્રચંડ અને અજબ-ગજબની છે”- આ વાત શું ખાલી અમારા બોલવા માટે જ છે? મારા જેવા કંગાળના વાસનાના રોગને હરવામાં તારી વિરાટ શક્તિ શું કામ નથી લગાડવાની? જો તું આવું કરીશ નહિ તો તારા ઉપરથી અનેકની શ્રદ્ધા ઊઠી જશે. તારા ઉપરનો મારો ભરોસો ભાંગી જશે. મારી સાથે સાથે તારી પણ આબરૂના કાંકરા થશે. વાસના ડાકણના વળગાડથી છોડાવવાની વિનંતી હવે તો સ્વીકારો દીનદયાળ!
હે પ્રભુ ! “હું અધમાધમ છું – એ વાત સાચી. પણ કલિકાલમાં મારે એક માત્ર તારું શરણ છે. ગમે તેમ કરી મને શરણે રાખો. મારા ભગવાન! મારા દિલની તો તને શું વાત કરું ? તારે મારી અંગત હાર્દિક વાત સાંભળવી છે? તો કહું છું. સાંભળ. કોઈ પણ વસ્તુને કદિ પણ મારી ગણી ન હોય તેમ બધું જ છોડીને આપની સેવામાં હાજર રહેવાનો છેલ્લા કેટલાય વખતથી મેં પાકો નિર્ણય કરેલ છે. પણ હૃદયશણગાર ! સેવામાં હાજર રહેવાનો, મારી સેવાને સ્વીકારવાનો સંકેત આપો તો મારો નિર્ણય સફળ થાય ને ! સ્વપ્નમાં તો સંકેત આપો. સંકેત આપશો ને! વિષય વાસનાના ભયંકર દર્દથી મને છોડાવશો ને? તેની રીબામણમાંથી છૂટવાનો ઉપાય તો બતાવશો ને !
વાસ્તવિક માર્ગદર્શન આપવાની ઉદારતા તમે કરશો જ અને સ્વમુખે મને એ પરમ નિર્વિકારીતાના માર્ગે ચાલવાની, કટોકટીના સમયે વાસનાવાઘણની ગુફામાંથી પાછા ફરવાની પાવન પ્રેરણા તમે કરશો જ’ – એવો મને દઢ વિશ્વાસ છે. આ વિશ્વાસને ટકવા દેવો કે ભાંગી નાખવો? આ વાતનો નિર્ણય હું તારા ઉપર છોડું છું.
૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org