________________
તારું હૈયું કઠોટ નહિ થતું હોય !
હે અસંગ સ્વરૂપમાં બિરાજમાન આત્મવિશ્રામી ! ત્રણ કાળના, ત્રણ લોકના, લોકાલોકના તમામ દ્રવ્યના તમામ પર્યાયો અત્યન્ત સ્પષ્ટ રીતે જાણો, જુઓ છતાં આપ નિર્મળ નિજ સ્વરૂપની અનુભૂતિ-દષ્ટિ-સ્થિતિ-મગ્નતારમણતા છોડતા નથી. હું તો કેવળ તિચ્છલોકના, વર્તમાન કાળના અમુક જ દ્રવ્યના ઉપરછેલ્લા, ક્ષણભંગુર પર્યાયોને અસ્પષ્ટપણે જાણું છું. છતાં આત્મસ્વરૂપનું દર્શન કે લક્ષ પણ કેમ ટકાવી શકતો નથી ?
ત્રણ કાળની તમામ સ્વરૂપવાન ઈન્દ્રાણીઓ, રૂપસ્વિની અપ્સરાઓ, વિલાસિની દેવાંગનાઓ, સેકસબોંબ જેવી પાતાળકન્યાઓ, લલચામણી વિદ્યાધરલલનાઓ, આકર્ષક સૌંદર્યસંપન્ન ચક્રવર્તીસ્ત્રીરત્નો, Miss India,
Miss World, Miss Universe વગેરેને આપ તો સાક્ષાત્ જુઓ છો. તેઓની સ્વચ્છેદ ભોગસુખપ્રવૃત્તિ પણ આપ અપરોક્ષ રૂપે જુઓ-જાણો છતાં ય એનું લેશ પણ આકર્ષણ આપને થાય નહિ. કમાલ છે ને !
હું તો અશુચિનો ઢગલો અને તુચ્છ પ્રકૃતિવાળી માનવલોકની અમુક જ, અવિશ્વસનીય અને વિકૃત વિજાતીય વ્યક્તિને નિહાળું છતાં તેનું આકર્ષણ નથી જ છૂટતું. આ તે મારી કેટલી અધમતા અને નાલાયકતા! વિષયવાસનાની મલિન વૃત્તિઓનો શિકાર બનવા છતાં, તેનાથી પરાભવ પામવા છતાં હું તો તેમાં બ્રાન્ત મીઠાશ જ અનુભવું છું. તેમાં ચોટી જ જાઉં છું. તેમાંથી પાછો ફરવાનો આત્મ-પુરૂષાર્થ નથી જ પ્રગટતો. આ તે કેવી નામર્દાનગી! આ વિચાર કરું છું ત્યારે તેનો મનમાં ઘણો જ ડંખ, રંજ અને ચિત્તસંતાપ રહે છે. હે પ્રભુ ! ફરી કોઈ કાળે આવો પ્રસંગ પ્રાપ્ત ન થાઓ. આ દેવું વહેલું પતી જાઓ. આપની કૃપાનો અનુભવ થાઓ.
હે કૃપાવતાર ! તારી કૃપાનો સાક્ષાત અનુભવ પરમાર્થથી હજુ થયો નથી. તેથી જ વિષય-વાસના અંતરમાં ઝેર જેવી લાગતી નથી. કામરાગની મીઠાશ છૂટતી નથી. આવી સ્થિતિમાં “તારું કલ્યાણ થાઓ.”- એવા આશિષ તું મને સપનામાં પણ નથી જ આપતો. આ તે તારી પણ કેવી વિલક્ષણતા સમજવી ? છતી શક્તિએ અમે કોઈના દુઃખ દૂર ન કરીએ તો અમને પાપ લાગે, અમારું હૈયું કઠોર બને, અમારા પરિણામ નિર્ધ્વસ બને-એમ તું કહે છે. અને સ્વયંભૂ અનંત શક્તિ હોવા છતાં તું મારી હઠીલી કામવાસના દૂર ન કરે તો તને શું કાંઈ પાપ લાગતું જ નહિ હોય? તારું હૈયું શું
૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org