________________
પણ નથી આવતો. “આત્મસમાધિ અને સાચું સુખ કઈ રીતે મળશે ? એ માટે અલૌકિક પ્રેમ, અચળ નિશ્ચય, દઢ પુરુષાર્થ ક્યારે ઉપડશે ?” એનો કોઈ ખ્યાલ જ નથી. મૂઢ દશાનો પાર નથી. છતાં તેનો કંટાળો આવતો નથી. “તારા સિવાય મારે બીજો કોઈ જ આધાર નથી.” એમ બોલવા છતાં, મગજમાં વિચારવા છતાં, અંતરથી માનવા છતાં ગંદા વિષયોમાં આ અતૃપ્ત ભિખારી મન તરત જ ખેંચી જાય છે! આ કેવી છેતરામણી ભરેલી ભૂલ છે ?
મારા આ વિચિત્ર દોષો અને ગંભીર ભૂલો જોઈને કયા મોઢે આપની પાસે આવું ? એ જ ખબર પડતી નથી. તો પણ છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય'- એ ઉક્તિને યાદ કરી તમારા દરબારમાં હાજર થયો છું.
ઓ દીનબંધુ ! આ રીતે ભૂલો કરી-કરીને અનાદિ કાળથી ભૂલો પડી ગયેલો તમારો આ સાથીદાર તમારા શરણે આવી ગયો છે. હવે આ જૂના સાથીદારને સંભાળી લો. આ જવાબદારી તમારી છે હોં. ‘આ આપની અંગત જવાબદારીને સફળતાપૂર્વક આપ જરૂર નિભાવશો'- એવી શ્રદ્ધાઆસ્થા અસ્થાને તો નહિ ગણાય ને !
૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org