________________
બચવા માટે પ્રબળ નિમિત્તભૂત એવા ધર્મક્રિયાત્મક વ્યવહારને, તેવા લક્ષ વિના જ, કેવળ મૂળ માર્ગ માનીને તેમાં જ અટવાઈને શુદ્ધ આત્મતત્ત્વને ઓળખવા-અનુભવવા પ્રત્યે સાવ બેદરકારી રાખવાની મેં બહુ જ ગંભીર ભૂલ કરી.
હે શુદ્ધાત્મસ્વરૂપી ! ભવિષ્યમાં દુઃખ-રોગ-મોત આવવાનું જ ન હોય તેમ સિદ્ધસમાન સુખી થઈને ફરું છું ને દુ:ખ, રોગ આવે ત્યારે મૂંઝાઈ જાઉં છું કે કોઈ કાળે આ દુઃખ જનાર જ નથી. આ પણ કેવી વિચિત્ર ભૂલ છે ? આત્માને હળવો કરવા, કર્મમુક્ત કરવા કયા આશયથી શું શું કરવાની જિનાજ્ઞા મને મળી છે ? તેનો અંતરમાં ઊંડો વિચાર કરવાનું ગમતું નથી. તે વિચારવા માટે પણ પુરુષાર્થ ઉપડતો જ નથી. આ પણ ભૂલ હજુ ચાલુ જ છે.
મારા માટે બંધનકારી શું અને હિતકારી શું? એ વિચારવાનો અંદરથી ઉત્સાહ જ નથી આવતો. આ કાર્ય મહત્ત્વનું નથી લાગતું. તેમાં રસ નથી આવતો. આ પણ કેવી અત્યંત વિકૃત અને વિચિત્ર ભૂલ છે ?
ઓ સ્વસ્વરૂપવિલાસી મારા સ્વામી ! મને મારા વિભાવવિલાસી હૃદયના ભાવ પલટાવવામાં ઉમળકો-ઉત્સાહ જાગતો જ નથી. તું જે દેખાડે છે તે શુદ્ધ આત્મસ્વરૂપને જોવાના બદલે મોહરાજા જે દેખાડે છે તે વિજાતીયના રૂપ, મિષ્ટ ભોજનના રસ-ગંધ વગેરેને જ જોયે રાખું છું.
મોહ જબરો જાદુગર છે. તેણે ગજબની નજરબંધી કરી છે. મને તે જે દેખાડે તે જ હું દેખ્યા કરું છું. સામે કશું પણ ન હોય તો ય મોહજાદુગર જે બતાવે તેને જ હું જોયા કરું છું. રાગાદિ વિભાવદશામાં, કામ-ક્રોધાદિ વિકૃત પરિણામોમાં તે સુખ દેખાડે છે અને હું તેમાં જ સુખ જોયા કરું છું. વાસનાપૂર્તિના સાધનરૂપે વિજાતીય વગેરેમાં જ સુખસાગર દર્શન કર્યા કરું છું ! દાવાનળમાં ય ઠંડકના દર્શન કરું છું ! વાસનાવમળમાં અટવાઈ જવાની, ક્રોધદાવાનળમાં ભસ્મીભૂત થવાની ભૂલ હજુ અવાર નવાર કર્યો જ રાખું છું.
વિષય-કષાય, રાગ-દ્વેષ ઓછા કરીને આ અનાદિ કાળથી દુ:ખી એવા આત્માને પરમ શાંતિ અને સાત્ત્વિક સમાધિ આપવાનો હજુ ય વિચાર A. Tયાવાય, વૈષયે સમ્પર્શનમ્ | નિરપેક્ષમુનીનાં તુ, રાષિક્ષાય તત્ // - (31ધ્યાત્મસાર ?sl૪૬)
૧૭ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only