________________
તેમ જ વર્તમાનના સાચા-ખોટા
સંકલ્પ-વિકલ્પોથી પણ ભિન્ન એવા આત્મસ્વરૂપને હું તદન ભૂલી ગયો. પૌદ્ગલિક સુખ-દુઃખમાં અનાદિકાળથી અટવાયો. રતિ-અતિમાં બહુ ખોટી થયો. શરીર-ઈન્દ્રિય-મનમાં ઘણું રોકાયો. “મારું શુદ્ધ સ્વરૂપ તો પ્રકાશમય-ચૈતન્યમય અનંત-ગુણથી સમૃદ્ધ છે.” એમ તારી કરુણાસભર વાણીથી સમજાવા છતાં મિથ્યાત્વની ઘોર અંધારી કોટડી તરફ દોડી જાઉં છું. આ તે કેવી પાગલતા!
હે પરમકારુણ્યમૂર્તિ ! જે કદિ મારા થયા નથી, થવાના નથી કે વર્તમાનમાં થતા નથી એવા વિભાવ પરિણામોને મારો સ્વભાવ માની બેઠો. આ બહુ મોટી ભયંકર ભૂલ કરી બેઠો. અશાંતિ, ઉકળાટ અને અસ્થિરતાથી ન્યારું મારું પરમશાંત-શીતળ અને સ્થિર આત્મસ્વરૂપ હું ભૂલી જ ગયો. દેહેન્દ્રિય-મનોજગતથી તદ્દન અલગ એવા આત્મજગતનો કદિ મેં વિચાર કર્યો જ નથી.
જે જે મલિન નિમિત્ત મળ્યાં તેમાં એકરૂપ બનીને મારી જાતને છેતરવાની મેં ગંભીર ભૂલ કરી. બહિર્મુખતા અને બાહ્ય ભાવમાં તણાઈને અંતર્મુખતાની સાવ ઉપેક્ષા કરી. પુદ્ગલાનંદીપણામાં-ભવાભિનંદીપણામાં લીન-લયલીનતલ્લીન બનીને આત્માનંદીપણું-ચિદાનંદીપણું સાવ જ ભૂલી ગયો.
મારા નાથ ! સ્વપ્રશંસા, પરનિંદા, ઈર્ષ્યામાં હું નિજભાન ભૂલ્યો. ઉદ્ધતાઈ, અહંકાર, આશાતના વગેરે અનંતા દોષોની ગટરમાં દીર્ઘ કાળ સુધી પડી રહેવાની ગોઝારી ભૂલ હું કરી બેઠો. દોષમુક્ત અને સર્વગુણયુક્ત આત્મસ્વભાવનો મેં ખરા હૃદયથી કદિ વિચાર પણ ન જ કર્યો. વિદેહીદશાની ઉપેક્ષા કરીને ભ્રમણાથી દેહાધ્યાસમાં જ હું અનાદિ કાળથી લીન થઈ બેઠો. દેહધર્મને આત્મધર્મ માનવાની ભૂલ કરીને દેહના દુઃખે દુ:ખી અને શરીરના સુખે સુખી બનવાની કલ્પનામાં અટવાયો. કાલ્પનિક-આભાસિક-ક્ષણભંગુરતુચ્છ વિષયસુખમાં રોકાઈને પારમાર્થિક આત્માનંદથી વંચિત રહેવાની બહુ મોટી ગોઝારી ભૂલ કરી.
હે અશરણના શરણ ! હું મારી જાતથી લાખો-કરોડો-અબજો નહિ પણ અસંખ્ય યોજન દૂર ગયો. ભાવથી અનંત યોજન મારાથી અને તારાથી હું દૂર ફેંકાઈ ગયો. આતમસત્તા હારી ગયો. કહી ન શકાય, સહી ન શકાય એવી શરમજનક અને દર્દજનક ભૂલભૂલામણીમાં હું ખોવાઈ ગયો. પુદ્ગલની ઈન્દ્રજાળમાં, મોહરાજાની માયાજાળમાં, વાસનાની સ્વપ્રજાળમાં,
Jain Education International
For Private & Personal Use Only
૧૩
www.jainelibrary.org