________________
3.
હે પરમ કૃપાવંત ભગવંત !
હું બહુ ભૂલી ગયો. મારા સ્વરૂપને જ ભૂલી ગયો. પ્રતિદિન સૂક્ષ્મ આત્મનિરીક્ષણ ન કરવાના લીધે હું મને તો ભૂલી જ ગયો અને પ્રતિક્ષણ અંતર્મનને તારી વિશુદ્ધ જ્ઞાન ચેતનામાં ન જોડવાના કારણે તને ય ભૂલી ગયો. તારા શુદ્ધ પૂર્ણ સ્વરૂપને ભૂલી ગયો. તારા અંતરંગ પુરૂષાર્થને, તારી અપ્રમત્ત અવસ્થાને, તારા વિશુદ્ધ અનંત ગુણ-વૈભવને, તારા લોકોત્તર માર્ગને પણ ભૂલી ગયો. તારા તેજસ્વી વચનોને, તારા શાસનને, તારા શાસનના આરાધકોને તદન વિસરી ગયો. પ્રભુ ! બહુ ગંભીર ભૂલ થઈ ગઈ. ‘બહુ ભૂલી ગયો’ એમ બોલવા છતાં, ભૂલ સમજ્યા વગર, રોજ રોજ નવી નવી ભૂલો કરે જ રાખું છું. આ તે કેવી દુર્દશા ?
હે જગતમાતા ! મારી દેહાતીત અવસ્થાને ભૂલી, દેહ સાથે તાદાત્મ્યઅધ્યાસ કરી આમથી તેમ ઘણું ભટકયો. શરીરને પોતિકું માન્યું. શરીરને મારી જાત સોંપી. શરીર સાથે એકરૂપ બની બેઠો. ઈન્દ્રિયાતીત મારા સ્વરૂપને વિસરીને ઈન્દ્રિયોની જોડે ભ્રાંતિથી અભેદ માની વિષયવિકારની ખણજ પોષવામાં ગરકાવ થયો. મારા મનાતીત સ્વરૂપને ભૂલીને સંકલ્પવિકલ્પ સાથે એકાકાર બનીને- તેમાં જ ગરકાવ બનીને કયાં ને કયાં અનાદિકાળથી હું ભટકયો !
પ્રભુ ! બહુ ભૂલી ગયો
મારા નિષ્કામ સ્વરૂપને ભૂલીને કામવાસનામાં તદ્રુપ બન્યો. પરમ શાંતરસમય આત્મસ્વરૂપને વિસરી ક્રોધના દાવાનળમાં અનંતવાર સામે ચાલીને સેકાયો. અનંત-અવ્યાબાધ-આનંદમય આત્મસ્વભાવને ભૂલીને પાંચ ઈન્દ્રિય, કષાય, મન, દેહ વગેરે પાસેથી તુચ્છ સુખની ભીખ અનંતવાર માગી. ‘દેહ-ઈન્દ્રિય-મન પાસેથી સુખ મળશે' તેવી ભ્રાન્ત શ્રદ્ધા રાખીને મેં સ્વરૂપરમણતા કરવાની તારી આજ્ઞાને પગથી કચડી નાખી. હું ઝેરતુલ્ય રાગ-દ્વેષ-અજ્ઞાનનો સામે ચાલીને ગુલામ બની ગયો. આ બહુ ગંભીર ભૂલ કરી. કામ-ક્રોધાદિ મલ, ચંચળતારૂપ વિક્ષેપ અને અજ્ઞાનરૂપ આવરણમાં પણ હું ભૂલો પડી ગયો.
હે દયાળુ નાથ ! ભૂતકાળની ઈષ્ટ-અનિષ્ટ સ્મૃતિ અને વ્યર્થ ચિંતાથી જુદા તથા ભવિષ્યની તુચ્છ આશા અને સારી-નરસી કલ્પનાઓથી અલગ
૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org