________________
૧૬૧. આત્મલીનતા ન થવા છતાં તેની ભાવના પણ અંદરમાં કેમ ઉગતી નથી? ૧૬૨. કયારે એવો રૂડો અવસર-સંયોગ આવે કે હું આત્મામાં મગ્નલીન બન્યું ?
૧૬૩. સ્વાનુભૂતિ કયારે કરીશ ?
૧૬૪. વિષય-કષાયના ગંદા કીચડમાંથી નીકળવાનો ઉમળકો કેમ જાગતો નથી? ૧૬૫. વિષયો હજુ ઝેર જેવા કેમ લાગતા નથી ?
૧૬૬. ગંદા વિકારોમાં જ મન શા માટે ખેંચાઈ રહેતું હશે ? ૧૬૭. બીજાઓ મારામાં શું દોષ જુએ છે ?
૧૬૮. કયો દોષ મને મારામાં દેખાય છે ? ૧૬૯. કયો દોષ જાણવા છતાં છોડતો નથી ? ૧૭૦. શા માટે ?
૧૭૧. તે છોડવામાં મને શું નડે છે ?
૧૭૨. સાચા આરાધકોના ગુણ કેવા હોવા જોઈએ ? ૧૭૩. એમાંના કયા ગુણો ખાસ કરીને મારામાં નથી ? ૧૭૪. તે મેળવવા જેવા હૈયામાં લાગે છે કે નહિ ? ૧૭૫. તે મેળવવા હું શું કરું છું ?
૧૭૬. તેમ કરવામાં મને શું તકલીફ છે ?
૧૭૭. વાસ્તવમાં તે ગુણોની ગરજ-ભૂખ લાગી છે કે નહિ?
૧૭૮. પ્રભુનું નામ દીપે એવું આચરણ કરું છે કે વગોવાય તેવું ? ૧૭૯. તેનું પરિણામ શું ?
૧૮૦. અહંભાવથી કેમ છૂટાય ?
૧૮૧. અહંકારને છોડવાના ભાવ કેમ ટકતા નથી ?
૧૮૨. કઈ રીતે આરાધના કરું ?
૧૮૩, કઈ રીતે વિરાધનાઓને છોડું ?
૧૮૪. -કઈ રીતે આરાધના કરું તો તેનું અનેક ગણું ફળ મળે ?
• किं मे परो पासइ किं च अप्पा, किं वाऽहं खलिअं न विवज्जामि | Fa सम्म अणुपासमाणो, अणागयं नो पडिबंध कुज्जा ॥ दशवैकालिक द्वि. चू. गा. १३ || 4. રુદ્ઘ રેમિ, ન્ન મા રેમિ, ૪ 6 યં વતુછ્યું મે । अइकरेड़ हियं ।। उपदेशमाला गा. ४७५ ।।
जो हिययसंपसारं, करेड़ सो
૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org