________________
૧૧૪. તો રાગ-દ્વેષ, સંકલ્પ-વિકલ્પ કેમ મૂકતો નથી? ૧૧૫. તેને મૂકવામાં શું નડે છે ?
૧૧૬. તેને છોડવાનો અભ્યાસ કેમ નથી કરતો ? ૧૧૭. મારો મોક્ષ કયારે થશે ?
૧૧૮. મને કર્મ શા માટે બંધાય છે ?
૧૧૯. કઈ રીતે બંધાય છે ?
૧૨૦. પારમાર્થિક સુખની ભાવના શું ખરેખર અંતરમાં જાગી છે ખરી? ૧૨૧. પારમાર્થિક સુખને શું ઓળખું છું ?
૧૨૨. મારી દિષ્ટ અંતર્મુખ કયારે થશે?
૧૨૩. અંતર્મુખતાની સાચી ગરજ-લગની-ખપ-જરૂરત કયારે જાગશે ? ૧૨૪. આત્મભાવનાનું તાત્ત્વિક સ્વરૂપ શું ?
૧૨૫. આંતર-પરિણામ વૈરાગ્યમય થઈ મોક્ષે લઈ જાય એમ છે કે નહિ?
૧૨૬. વીતરાગનો માર્ગ શું છે ?
૧૨૭. એ મને કેટલો સમજાયો-ગમ્યો અને પરિણમ્યો છે ?
૧૨૮. પ્રભુકૃપાને પાત્ર થવા હું કેમ વર્તે ?
૧૨૯. વીતરાગવચનમાં પરમ આદર-દેઢ શ્રદ્ધા-અવિહડ રાગ હૃદયમાં અચળ કયારે થશે ?
૧૩૦. તેમાં મારી શી કચાશ અને ભૂલ છે ? ૧૩૧. તેનું નિવારણ કઈ રીતે થશે ?
૧૩૨. ખરી મુમુક્ષુતા પ્રગટી છે કે નહિ ?
૧૩૩. મોહનિદ્રામાંથી હજુ સુધી જાગ્યો નહિ તેનું કારણ શું ? ૧૩૪. કઈ રીતે આ અનાદિ સ્વપ્રદશા-મોહદશા-મૂઢદશા દૂર થાય ? ૧૩૫. વિભાવ દશાથી નિવૃત્તિ ક્યારે મળશે ?
૧૩૬. કેવી રીતે મળશે?
૧૩૭. વિભાવ દશામાં શું સુખ દેખાય છે ?
૧૩૮. કેમ ભવભ્રમણના કારણો એકઠા કરી રહ્યો છું ?
૧૩૯. મારું પરભવમાં શું થશે ? ૧૪૦. શું કરવાથી હું સુખી થાઉં ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org