________________
ઉદાસીનપણે ન્યારો રહે, પાપ કર્મ બાંધે નહિ અને નિર્જરા કરે તથા શુદ્ધ આત્મસ્વભાવમાં રહે.
પરમાર્થથી રાગ પોતાના સ્વરૂપમાં રહેલ છે. આત્મા પોતાના સ્વરૂપમાં રહેલ છે. રાગમાં આત્માનું પારમાર્થિક અસ્તિત્વ ન હોવાથી તે તેનો કર્તાભોક્તા કઈ રીતે બની શકે ? જેનું જ્યાં અસ્તિત્વ જ ના હોય તે તેનો કર્તા-ભોક્તા કઈ રીતે બની શકે ? “રાગ તારામાં છે જ નહિ'- આવું એકાન્ત પ્રતિપાદન કરવામાં પ્રસ્તુતમાં *નિશ્ચયાભાસ થવાની કોઈ ભ્રમણા રાખતો નહિ. કારણ કે આવું કહેવાની પાછળ બેમર્યાદાપણે રાગના તોફાનમાં જીવને તાણી જવાનો અભિપ્રાય રહેલો નથી. પરંતુ અહીં સૈકાલિક રાગાતીત શુદ્ધ આત્મસ્વભાવને ઓળખાવી, પકડાવી, તેમાં સ્થિર કરવાનો જ મુખ્ય આશય રહેલો છે. પરંતુ નિશ્ચયાભાસ થવાનો કાલ્પનિક ભય અને પ્રમાણ જ્ઞાનનો લોભ રહેવાથી જીવને પોતાને યોગ્ય સત્ય માર્ગ દેખાતો જ નથી, સાંભળવા છતાં મગજમાં અસંદિગ્ધ રીતે સમજાતો નથી, હૃદયથી દૃઢતાપૂર્વક સ્વીકારાતો નથી, અમલમાં બેરોકટોક આવી શક્તો નથી.
પરંતુ જે ખરેખર વૈરાગી છે, જેને કશું જ જોઈતું નથી, વિજાતીયનું કે પુણ્યોદયનું પણ જેને આકર્ષણ નથી, જેની આંતરિક ભાવના એકમાત્ર બંધાયેલી પોતાની જાતને છોડાવવાની જ છે તેને નિશ્ચયાભાસ થવાનો કે શુષ્કજ્ઞાની થવાનો કોઈ ભય નથી. આ વાત ભૂલતો નહિ અને નિશ્ચયમાન્ય નિજસ્વભાવમાં ઠરવાનું ચૂકતો નહિ. બાકી નિશ્ચયથી વિમુખ રહેવામાં તો મન જીતાતું જ નથી કે મનનો નિગ્રહ પણ થતો નથી. તેમજ રાગાદિમાં એકાકારતા વધતી જાય છે અને ધર્મક્રિયામાં નીરસતા વધતી જાય છે.
વત્સ ! નય, નિક્ષેપ અને પ્રમાણ પણ નીચેની ભૂમિકાએ પોતપોતાનું કામ કરે છે. પોતાની રીતે નય-પ્રમાણ વગેરે આત્માને પોતાનામાં રાખવા
૦ તિન્દુ સના મામા વડું | (૩નુયોગ દ્વારઝૂત્ર-૪૬) ». एकान्तयुक्तीनां तत्त्वतो मिथ्यात्वादाश्रयणानौचित्यमिति चेत् ? न, 'असत्ये वर्त्मनि स्थित्वा ततः शुद्धं समीहते' इति न्यायेन शिष्यमतिविस्फारणार्थं तदुपादानस्यापि ચાત્વાન્ | (ચાયāgā - પૃ. ૪ર૬) *. न चैमितरांशप्रतिक्षेपित्वाद् दुर्नयत्वम्, तत्प्रतिक्षेपस्य प्राधान्यमात्र एवोपयोगात् ।
(નારદૃશ્ય-પૃ.૩૬)
૨૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org