________________
નહિ પરંતુ ટ્રસ્ટી બનીને કરે. સંતાનની સંભાળ કરે. પરંતુ માતા બનીને નહિ પણ ધાવમાતા બનીને કરે. કર્મવશ થતી પ્રવૃત્તિમાં ઉપાદેયપણે અંદરથી તે ભળી શકતો નથી. તેમાં ચેતનાનું જોર લાંબો સમય તે લગાવી શકતો નથી. પરદ્રવ્યસ્વરૂપ શરીર, ઈન્દ્રિય, મન વગેરેની પ્રવૃત્તિમાં તે નીરસતાવિરસતા અનુભવે છે.
જે સમિકતી કાંઈ કરે છે તે મુખ્યતયા છૂટવા માટે જ કરે છે, બંધાવા માટે નહિ. માટે બહારમાં પ્રવૃત્તિ થવા છતાં સમકિતી આત્મા છૂટતો જાય છે, બંધાતો નથી. વિભાવપરિણામો આવવા છતાં, અનુભવવા છતાં સમ્યગ્દષ્ટિઆત્મા હળવો થાય છે, ભારે નહિ. કારણ કે તેની દૃષ્ટિ-રુચિ* પ્રબળપણે મુક્તિ ભણી, પોતાની વીતરાગદશા તરફ, શુદ્ધ ચૈતન્ય પ્રત્યે, અસંગ જ્ઞાતા-દૃષ્ટાસ્વભાવને અભિમુખ જ હોય છે. આથી જ સમકિતીની તમામ પ્રવૃત્તિ યોગસ્વરૂપ બને છે તેની સર્વ ચેષ્ટા મોક્ષયોજક જ હોય છે. હળુકર્મી નિર્મળ સમકિતીની આ ઉચ્ચ આત્મદશા છે. તેના રાગાદિ Doing ની ભૂમિકાના નથી પણ Beingની કક્ષાના છે. માત્ર રાગાદિમાં થવાપણું છે અને સમકિતીમાં જાણવાપણું છે. આ રીતે સમકિતીમાં રાગાદિનું કર્તૃત્વ ખલાસ થાય છે.
*મિથ્યાત્વીને દેહાદિમાં અને રાગાદિમાં એકત્વબુદ્ધિ, સ્વામિત્વબુદ્ધિ હોવા છતાં પરમાર્થષ્ટિએ તે બુદ્ધિ ભ્રમ છે. તેથી પોતાના સ્વરૂપથી જેની દૃષ્ટિ ખસી ગઈ છે તેવા મિથ્યાત્વીમાં પણ રાગાદિનું ભ્રાન્ત કર્તૃત્વ-ભોતૃત્વ છે. મિથ્યાત્વી રાગાદિ વિભાવ પર્યાયોને ભ્રાન્તિથી પોતાનું સ્વરૂપ-સ્વભાવ માની તેને ભોગવે, અનુભવે, ઉપાદેયરૂપે પરિણમે અને કર્મ બાંધે. સમકિતી રાગને પોતાનાથી ભિન્નરૂપે જાણે, જુએ, તેનું વેદન કરવા છતાં ધારાવાહી* સંવેદનાત્મક ભેદવિજ્ઞાનની જીવંત પરિણતિના પ્રભાવે તેનાથી अध्यात्मज्ञानतो ज्ञानी, प्रारब्धकर्मशक्तितः ।
कामभोगे ह्यनासक्तो भोगभोक्ता न बध्यते ।। (अध्यात्मगीता-१८८)
* भिन्नग्रन्थेस्तु तत्प्रायो मोक्षे चित्तं भवे तनुः ।
तस्य तत्सर्व एवेह योगो योगो हि भावतः ।। ( योगबिन्दु - २०३) शरीरेष्वात्मसम्भ्रान्तेः स्वरूपाद् दृक् प्रविच्युता ।
भूताविष्टरस्येव तस्मादेव क्रियाभ्रमः । (अध्यात्मबिन्दु २1१४ )
*. भेदविज्ञानमभ्यस्येद् धारावाहितया बुधः ।
येन निक्षिप्य कर्माणि स्वयं शुद्धोऽवतिष्ठते ।। ( अध्यात्मबिन्दु ३ | १२)
૨૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org