________________
કર્તા-ભોક્તા છે. પરંતુ નિર્મળ સમકિતીને આત્માના સ્વરૂપનું વેદન પણ સતત રાગાદિના વેદન વખતે ચાલુ હોવાથી, તેમજ રાગાદિમાં સ્વભિન્નત્વની અભ્રાન્ત પ્રતીતિ પણ યથાર્થ ભેદવિજ્ઞાનની જીવંત પરિણતિના પ્રભાવે થતી હોવાથી તેમાં “આ રાગાદિ મારું સ્વરૂપ છે એવી એકત્વબુદ્ધિતાદાભ્યબુદ્ધિ કે “રાગાદિ મારા છે' એવી સ્વામિત્વબુદ્ધિ કે “રાગાદિ સારા છે' એવી મમત્વબુદ્ધિ નથી જ થતી.
કર્માધીનપણે પરાણે રાગાદિને અનુભવવા છતાં પણ જે બોધ સ્વભાવ છે, ચૈતન્યસ્વભાવ છે તેમાં જ પોતાનું પારમાર્થિક શાશ્વત અસ્તિત્વ સમકિતીને અનુભવાય છે. જે વેદનક્રિયા-બોધનક્રિયા થઈ રહી છે તે મારા જ્ઞાતાદૃષ્ટાસ્વભાવમાંથી, જ્ઞાતા-દષ્ટાસ્વભાવના લીધે જ ઉત્પન્ન થાય છે. તે જ મારી ક્રિયા છે. કર્મની શિરજોરીથી થતું રાગપરિણમન કાંઈ મારી ક્રિયા નથી. કર્મવશ થતા પરિણમનને અટકાવવા હું મજબૂર છું. એ મારું મૂળભૂત સ્વરૂપ નથી, તેમાં મારું અસ્તિત્વ નથી. તેની સાથે મારે કાંઈ લેવા-દેવા નથી.”- આ રીતે રાગાદિ વિભાવ પરિણામો પ્રત્યે તેના હૃદયમાં નીરસતાઉદાસીનતા-ઉપેક્ષા હોય છે. કર્મજન્ય તમામ પરિસ્થિતિમાંથી પસાર થવા છતાં ચિત્તવૃત્તિ, અંતરંગ પરિણતિ તેમાં ઘૂસી ન જાય તેવી ઉદાસીનતાઅસંગતા સમકિતીને હોય છે. આ અપેક્ષાએ સમકિતી રાગાદિના કર્તાભોક્તા નથી.
રાગના ઉદયમાં પણ સમકિતી અપેક્ષિત અસંગપણે પસાર થઈ જાય છે. જો કે પૂર્વબદ્ધ કર્મવશ, સંસ્કારવશ પ્રશસ્ત-અપ્રશસ્ત રાગાદિ પરિણામો ઊભા થયા રાખે છે. છતાં સમકિતીને તેમાં પોતાનું અસ્તિત્વ, સ્વામીત્વ અનુભવાતું નથી. જેમ ભમતા ચક્ર ઉપરથી કુંભાર દાંડો ખસેડી લે તો પણ ચક્ર ઘૂમતું રહે છે. પરંતુ પ્રતિક્ષણ ધીમું પડતું જાય છે. ઝાડ કપાઈ જવા છતાં તેના પાંદડા લીલાછમ હોય છે. પરંતુ કાળક્રમે તે કરમાતા જાય છે; નવા ફળ-ફૂલ ઉગવાના તો બંધ જ થઈ જાય છે. તેમ સમકિતી ઘરમાં રહે પણ ઘર ધર્મશાળા બની જાય છે. તે ધંધો કરે તો પણ માલિક બનીને 2. ગુજ્જૈવ જ્ઞાનધારા રચલ્સિયેત્ત્વUTીનત્તરમ્ |
દેતુમેત્રિા તુ, યોગધારા પ્રવર્તત || (અધ્યાત્મસાર ૧૮૬૦) *. सम्यग्दृष्टेः तप्तलोहपदन्यासतुल्या पापे प्रवृत्तिः अस्वारसिकीति न तद्बहुमानः ।
(ષોડશવૃત્તિ-રી૨૬). ૪. સન્મત્તવંશી ન રે પાર્વ | (મારગ-૧૦રૂાર)
૨૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org