________________
છું, શુદ્ધાત્મા છું.' એમ બોલે તેને તો ખરેખર મહામાયાવી જ સમજવા. જ્ઞાતાદષ્ટાભાવની સાધનાને, શુદ્ઘ દ્રવ્યાર્થિકદષ્ટિને, વિશુદ્ધ નિશ્ચયનયને અંતરમાં પરિણમાવવાની તેનામાં લાયકાત ન કહેવાય.
આ તો ત્રિકાલ અબાધિત સિદ્ધાન્ત છે કે કદાપિ જ્ઞાતા-દૃષ્ટાભાવનો સાચો સાધક શેખચલ્લીના તરંગ કે બિનજરૂરી મોટી મહત્ત્વાકાંક્ષામાં અટવાય નહિ. તે કદાપિ કોઈની સાથે વેરની ગાંઠ બાંધે નહિ. ‘તેને બતાવી દઈશ' એવી મલિન મનોવૃત્તિ તેને જાગે નહિ. તે કોઈને શાપ, નિસાસા, ત્રાસ આપે નહિ. કદિ તે કોઈની ઈર્ષ્યા,નિંદા કરે નહિ. આવું ન હોય તો ખરા અર્થમાં સાધક જ્ઞાતા-દષ્ટાભાવ સમજ્યો જ નથી.
જો કે પર્યાય અપેક્ષાએ અશુદ્ધતા છે તે વાસ્તવિક જ છે. પણ તે અશુદ્ધતા કયારેય મૂળવસ્તુને-આત્મદ્રવ્યને હાનિ પહોંચાડતી નથી, કારણ કે અશુદ્ધતામાં આત્મા રહેતો નથી. રાગાદિમાં આત્માનું અસ્તિત્વ કે આત્મામાં વિભાવનું અસ્તિત્વ નથી. બન્ને પોત-પોતાના સ્થાને છે, પોતાના સ્વભાવમાં છે. માટે આત્માને રાગાદિનો વળગાડ નથી.
જો કે જ્ઞાતાદૃષ્ટા-ભાવમાં સાધકને રાગાદિ-અશુદ્ધતા વેદાય તો છે. પણ રાગવેદનમાં આકુળતા એ રાગસ્વરૂપ હોવાથી તેને ગૌણ કરી રાગવેદનમાં જે જાણનપણું છે, ચૈતન્ય છે તે આત્મસ્વરૂપ હોવાથી તેને જ મુખ્ય બનાવાય છે. જેમ કાચ અને સાકરના બારીક ભૂકાના મિશ્રણમાં કીડી કાચના ભૂકાને છોડી કેવળ સાકરના ભૂકાને પકડે છે તેમ રાગવેદનમાં આત્મજ્ઞાની આકુળતારૂપ રાગની ઉપેક્ષા કરી ઉપાદેયપણે માત્ર ચૈતન્યને જ વળગે છે, ગ્રહણ કરે છે, પકડે છે, અનુભવે છે. તેમાંજ પોતાનું અસ્તિત્વ સ્વીકારે છે. તેમાં જ સ્વતાદાત્મ્ય વેદે છે.પૂર્વે કર્મોદય મુજબ બેધ્યાનપણે વિભાવદશારૂપે આત્મા પરિણમતો હતો. હવે પ્રતિકૂળ કર્યોદય સમયે પણ ચૈતન્ય સ્વભાવ તરફ પરિણતિ ઢળે છે, શુદ્ધસ્વરૂપે આત્મા પરિણમે છે. કેમ કે ‘રાગ આત્માનો સ્વભાવ નથી પણ પર્યાય છે' એમ હાર્દિક રીતે સમજાયેલ છે.
જો કે જડ-ચેતન બન્નેનું તે કાર્ય છે. માટે જ સમકિતીનો ઉપયોગ બહાર જાય ત્યારે અસ્થિરતા અવસ્થામાં, સવિકલ્પદશામાં રાગાદિ વિભાવ પરિણમે છે અને રાગાદિ વિભાવનું તેને વેદન પણ થાય છે. કર્માધીન પરિણમનની અપેક્ષાએ, અશુદ્ધ વેદનની અપેક્ષાએ સમકિતી જરૂર રાગાદિ વિભાવના
૨૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org