________________
યોગ્ય નથી. આ અપેક્ષાએ સંસાર અને મુક્તિમાં પણ કોઈ ફરક નથી. સર્વત્ર ધ્રુવ અવિચલ આત્મતત્ત્વ તો એનું એ જ રહે છે. એ જ હું છું. એ જ મારું સ્થાયી સ્વરૂપ છે. એના ભરોસે જ હું જીવી રહેલ છું- આવી અત્યંત શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિને, દ્રવ્યાર્થિકનયના અભિપ્રાયને, પોતાની ભૂમિકાને યોગ્ય થાય તે રીતે અંતરથી અપનાવવા કટિબદ્ધ બને તો શુદ્ધ ચેતનને, સિદ્ધાત્માને આત્મસ્વરૂપ સમજવા માત્રથી, તારા પર્યાયમાં સિદ્ધ ભગવંતની સ્થાપના થવાથી રાગાદિ વિભાવ અને વિકલ્પ પ્રત્યેનો આદર ઓસરી જશે, તેનું મહત્ત્વ વિલીન થશે, વિકલ્પદશા ક્ષીણ થશે. તું શુદ્ધાત્મસ્વભાવમાં સ્થિર થશે.
આ સમજણ સાચી અને પાકી હોય તો પછી વિકાર-વાસના ટકે જ નહિ, સ્વચ્છંદતા આવે જ નહિ. યથાર્થ રીતે ક્રમબદ્ધપર્યાયદષ્ટિ, જ્ઞાતાદ્રષ્ટાભાવ કેળવાય તો હકીકતમાં સ્વચ્છંદતા થઈ શકે જ નહિ. આત્મા તમામ સંયોગમાં અસંગ સાક્ષીમાત્ર બની જાય. જો આજ્ઞાનિરપેક્ષતા, વિદ્વત્તાનું અજીર્ણ, "સ્વચ્છંદતા, ઉશૃંખલતા, ઉદ્ધતતા, ઉગ્રતા, સદાચારભ્રષ્ટતા આવે-વધે તો તેણે યર્થાર્થ રીતે ક્રમબદ્ધ-પર્યાયદષ્ટિને, જ્ઞાતા-દષ્ટાભાવને સમજેલ જ નથી. શુદ્ધ દ્રવ્યદૃષ્ટિને કે પારમાર્થિક નિશ્ચયનયને તેણે અપનાવેલ જ નથી, પરિણમાવેલ નથી જ.
હેતુ-સ્વરૂપ અનુબંધથી જે શુદ્ધ ન હોય, બળવાન ના હોય તે નિશ્ચય, નિશ્ચય નહિ પણ નિશ્ચયાભાસ છે. તેના માટે જ્ઞાતા દૃષ્ટાભાવની કોરી વાત નુકશાનકારક જ બને. તેવા ક્રિયાયોગભ્રષ્ટ શુષ્ક વાચાળ જીવોને વાસ્તવમાં નાસ્તિક જ સમજવા. એમાં કોઈ શંકા ન કરવી. દષ્ટિ-રુચિઉપયોગ અવારનવાર પર્યાય ઉપર જ ચોટેલ હોય, જીવનવ્યવહારમાં પર્યાયપ્રધાન જ વલણ છવાયેલું હોય, અનુકૂળતા સુખશીલતા પોષવામાં જ અંદરમાં ગલગલીયાં થતા હોય અને હોઠથી “હું તો જ્ઞાતા-દષ્ટા સાક્ષીમાત્ર > મોકો મળે ૨ સર્વત્ર નિ:સ્પૃદો મુનિસત્તમઃ | છે. જ્ઞાનશર્વિઘાનાં, તત્ત્વમેતનર્થવૃત્ |
કશુમન્દપાવચ, નિરત્નપ્રદો થા || (૩ધ્યાત્મસાર ૧૮૬૪) *. यो निश्चयः प्रवर्तते हेतु-स्वरूपाऽनुबन्धप्रतिपूर्णः स: निश्चयो निश्चयतो ज्ञेयः ।
(ગુરુતત્ત્વનરવૃત્તિ-TI. શરૂ૮) છે. તેને ક્રિયા મુt1, જ્ઞાનમાત્રામમાનિન: | તે પ્રષ્ટા જ્ઞાનમ્યાં , નરિતવર નાત્ર સંશય: (મધ્યાત્મનિષત્ રૂારૂ૮).
૨૩પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org