________________
ય રાગ તો નથી જ. અસંગ આત્માને કદિ રાગાદિનો વળગાડ થયો નથી કે થવાનો નથી. *આત્મા કદિ રાગાદિ સ્વરૂપે થયો જ નથી. જેમ રાહુમાંથી નીકળતો અંધકાર કે રાહુની કાળાશ ખરેખર તેજોમય સૂર્ય માટે નથી પ્રકાશરૂપ કે નથી અંધકારસ્વરૂપ. તેમ વિભાવદશા-સહજમલમાંથી પ્રગટતા કામ-ક્રોધાદિ પરિણામો પણ શુદ્ધ ચૈતન્યમય પૂર્ણાનંદમય આત્મા માટે નથી સુખરૂપ કે નથી દુઃખરૂપ. *પદ્રવ્યના સંપર્કમાં આવવા છતાં પરદ્રવ્યસ્વભાવને આત્મા કયારેય ગ્રહણ કરતો જ નથી. પોતાની મૂળભૂત પરિપૂર્ણતાથી આત્મા કદાપિ ખસ્યો જ નથી. ચૈતન્યગોળો તો વિકારથી ભિન્ન એકલો છુટો જ પડેલ છે. વર્તમાન પર્યાયમાં તીવ્રતમ અશુભ પરિણામ હોય કે ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાય હોય કે અતિશુદ્ધતા પ્રગટેલી હોય. પરંતુ તેનાથી મારા મૂળ આત્મદ્રવ્યમાં કાંઈ સુધારો-બગાડો કે ફેરફાર થતો જ નથી. હું તો તેવો ને તેવો જ છું, સિદ્ધ ભગવંત જેવો જ છું. સિદ્ધસ્વરૂપી જ છું. શુદ્ધનયની દૃષ્ટિએ તો સંસારી જીવ અને સિદ્ધમાં કોઈ ભેદભાવ છે જ કયાં ?'- આવી સમજણ હૃદયસ્થ કરી દે. પછી તારું સિદ્ધસ્વરૂપ પ્રગટવા માટે થનગનાટ કરશે, ચેતનાનું પ્રવર્તન અને વલણ પણ સતત એ જ દિશામાં આપમેળે થયા કરશે.
વસ્તુસ્થિતિ આવી હોવાથી અંતરમાં દઢપણે સમજી રાખકે- “સ્વાનુભૂતિ પર્યાય, નિર્વિકલ્પ ધ્યાન, શુભઆશ્રવ-સંવર-નિર્જરા પર્યાય, અરે ! મોક્ષપર્યાય પણ પર્યાય હોવાથી માત્ર જોય છે, પરમાર્થથી ઉપાદેય દષ્ટિએ જોવા યોગ્ય નથી. સહજાનંદમય ધ્રુવ શુદ્ધ આત્મા કદાપિ ઉત્પાદ-વ્યયપર્યાયને કે બંધ-મોક્ષપર્યાયને કે સંવર-નિર્જરા પરિણામને પણ કરતો નથી. મુક્તિ પણ એક જાતનો પર્યાય છે. કોઈ પણ પર્યાય પરમાર્થથી આશ્રય કરવા . ધિર્મનો નાસ્તિ, વ્યવહારર્વવર્મ |
રૂત્યામમવા નુતમાત્મવૈષ્ણવાહિના || (અધ્યાત્મસાર ૧૮૧૮) *. कालत्रयेऽपि अन्यद्रव्यसंसर्गेऽपि तत्स्वभावाऽपरिग्रहात् । (धर्मपरीक्षा गा. ९९ वृत्ति) २. समापत्तिरिह व्यक्तमात्मन: परमात्मनि ।
अभेदोपासनारुपस्ततः श्रेष्ठतरो ह्ययम् ॥ (अध्यात्मसार १५/५९) ૦ અશુદ્ધનયેતરવું, સંવરાવસથા |
संसारिणां च सिद्धानां, न शुद्धनयतो भिदा ॥ (अध्यात्मसार १८।१५४) 2. हृदये न शिवेऽपि लुब्धता, सदनुष्ठानमसङ्गमङ्गति ।
पुरुषस्य दशेयमिष्यते, सहजानन्दतरङ्गसङ्गता ।। (अध्यात्मसार ७४२५)
૨૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org