________________
જાગતો માણસ જોતો નથી તેમ અસંગસ્વરૂપમાં રમનારા આત્મજ્ઞાની વ્યવહારનયની દષ્ટિને વળગતા નથી, વ્યવહારનયમાન્ય અશુદ્ધિ-રાગાદિ વિભાવોને પોતાનામાં જોતા જ નથી, વિકલ્પદશાને અનુભવતા નથી. આવી આત્મદશા પ્રગટ કરનારા કે તેની ખૂબ નિકટ પહોંચેલા જીવો માટે તો હું પૂર્ણાનંદમય કેવલ નિર્વિકલ્પ અસંગસાક્ષીમાત્ર જ્ઞાતા દા શુદ્ધોપયોગ સ્વરૂપ ધ્રુવ સિદ્ધાત્મા છું.” આવી પરમભાવગ્રાહક નૈૠયિક શુદ્ધ સમજણ જ નિત્ય હિતકારી છે, પ્રમાણભૂત છે.
વાસ્તવમાં “રાગાદિને છોડો' આ રીતે બહારમાંથી વળવાનો, પરાવલંબન છોડવાનો, વિભાવદશાને ઘટાડવાનો ઉપદેશ પણ સ્વભાવ આલંબન વધારવા માટે જ છે. જેમ અંધકારને દૂર કરવાનો ઉપદેશ આપવાની પાછળ વસ્તુતઃ અંધકારને હટાવવાનો કે ભગાવવાનો આશય નથી. પરંતુ પ્રકાશને લાવવાનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે. પ્રકાશ આવે કે અંધકાર સહજતઃ સ્વતઃ દૂર થઈ જાય છે. તેમ “રાગને છોડો..” ઈત્યાદિ ઉપદેશ આપવાની પાછળ કાંઈ રાગને હટાવવાનો-ભગાવવાનો મુખ્ય ઉદ્દેશ નથી. પરંતુ પોતાના વીતરાગ સ્વભાવ પ્રત્યે દષ્ટિ રાખીને તેમાં સ્થિરતા કરાવવાનો મુખ્ય આશય રહેલો
પૂર્ણ વીતરાગ ચૈતન્યસ્વભાવમાં સ્થિર થવા માત્રથી રાગ આપમેળે દૂર થઈ જાય છે. પોતાના સ્વભાવનો રસાસ્વાદ આવવાથી બીજા રાગાદિના સ્વાદ સ્વતઃ બેસ્વાદ બની જાય છે. વસ્તુસ્થિતિ એ જ છે કે શુદ્ધ ધ્રુવ આત્મતત્ત્વ ઉપર પોતાની દૃષ્ટિ-પરિણતિ-રુચિ સ્થિર થતાં જ પરિણામ અંતરમાં વળી જાય છે, ઉપયોગ શુદ્ધ થતો જાય છે, સહજતઃ પર્યાય નિર્મળ થતા જાય છે. માટે વ્યવહારનયથી એવો ઉપદેશ આપવામાં આવે છે કે
પરિણામને અંદરમાં વાળો, ઉપયોગને સુધારો, પર્યાયોને શુદ્ધ બનાવો.” - કાર્યને લક્ષમાં રાખીને કોઈ સાધક અલગ-અલગ કારણને પકડવા પ્રયાસ કરે તો કોઈક વ્યક્તિ પહેલેથી જ મજબૂત કારણસામગ્રીને વ્યવસ્થિત રીતે પકડીને ઝડપથી કાર્યની પાસે પહોંચી જાય. વિવિધ પ્રકારની ભૂમિકાવાળા જીવોની દષ્ટિએ બન્ને કાર્યપદ્ધતિ યોગ્ય છે. પરંતુ પોતાના માટે કયો માર્ગ .. हरिरपरनयानां गर्जितैः कुञ्जराणां, सहजविपिनसुप्तो निश्चयो नो बिभेति ।
अपि तु भवति लीलोज्जृम्भिजृम्भोन्मुखेऽस्मिन्, गलितमदभरास्ते नोच्छ्वसन्त्येव भीताः ।। (3થ્યાત્મિોપનિષત્ રાદરૂ)
૨૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org