________________
સચોટ રીતે લાભકારી છે ? તેનો નિર્ણય કરવામાં ભૂલ-થાપ ખાવી ન જોઈએ. ટુંકમાં, જે માર્ગે ચાલવાથી મધ્યસ્થતા-ઉદાસીનતા-વીતરાગતા પ્રગટ થાય, સાનુબંધ થાય તે માર્ગે તારે ચાલવું. અહીં કોઈ પણ એક પક્ષમાં, પોતાની ભૂમિકાથી વિમુખ બનીને વિશેષ આગ્રહ રાખવો નકામો છે.
અહીં મહત્ત્વની એક વાત સમજી રાખ કે નૈગમ નયને માન્ય અશુદ્ધિ અને અધ્યાત્મવિશુદ્ધિનું તારતમ્ય કે વ્યવહાર નયને સંમત વિશુદ્ધિના ઉપચાર વગેરે દ્વારા આત્મજ્ઞાની-જ્ઞાનયોગી કદાપિ ડરતા નથી કે તૃપ્ત થતા નથી કે ખુશખુશાલ બનતા નથી. અધ્યાત્મયોગીને તો *અનુભૂયમાન વિશુદ્ધિપૂર્ણ સહજાનંદમય આત્મદશા જ માન્ય બને છે. જ્ઞાનયોગીના અભ્રાન્ત સ્વાનુભવમાં પકડાતી તેવી ઉચ્ચતમ આત્મદશા સર્વ નયને માન્ય જ કરવી પડે છે. આત્મજ્ઞાનીને નયના અભિપ્રાય તરફ પોતાનું મોઢું કરવાની જરૂર રહેતી નથી.
અરે ! ઉપચાર કે ઔપચારિક પર્યાય તો શું ? વાસ્તવિક પર્યાયદષ્ટિ પણ તત્ત્વતઃ ત્યાજય જ છે. પર્યાયને જ ઉપાદેયભાવે જોનારા, પરિણામોમાં જ રુચિને ધરનારા, બધે પર્યાયને જ મહત્ત્વ દેનારા, પર્યાયદૃષ્ટિમાં ગળાડૂબ જીવો મિથ્યાર્દષ્ટિ જ છે. તે પરમાર્થથી જિનશાસનની બહાર જ છે. સૂક્ષ્મદૃષ્ટિએ વિચારવામાં આવે તો સિદ્ધદશા પણ એક જાતનો પર્યાય હોવાથી શુદ્ધદ્રવ્યદૃષ્ટિના સાધક અનુભવજ્ઞાની માટે પરમાર્થથી સિદ્ધ ભગવંતનું આલંબન પણ ત્યાજ્ય છે. પરંતુ પોતાની ભૂમિકા મુજબ ચૈતન્યનું પ્રવર્તન થવું જોઈએઆ મૂળ વાત છે.
‘હું કર્મથી, રાગાદિથી બંધાયેલ છું. આ બંધનમાંથી મારે છૂટવું જ છે’આવી દૃષ્ટિથી ક્રિયાયોગી શુદ્ધ થતા જાય છે. ‘હું ત્રિકાળશુદ્ધ આત્મદ્રવ્ય છું’- આવી દ્રવ્યાર્થિકદૃષ્ટિથી જ્ઞાનયોગી શુદ્ધસ્વભાવમાં ઠરતા જાય છે. મૂળ
येन येनोपायेन माध्यस्थ्यभावना समुज्जीवति स स एवोपायः । नात्र विशेषाग्रहो विधेयः । (अध्यात्ममतपरीक्षा गा. १८३ वृत्ति)
*. स्कुटमपरमभावे नैगमस्तारतम्यं प्रवदतु न तु हृष्येत्तावता ज्ञानयोगी । कलितपरमभावं વિમારમાર, સનનવિશુદ્ધ ચિત્તમે પ્રમાળ ।। (અધ્યાત્મોપનિષત્ર(૬૨) ये पर्यायेषु निरतास्ते ह्यन्यसमयस्थिताः । (अध्यात्मोपनिषत्-२/२६)
2. અતિતો નિશ્ચયેનાત્મા, નિલગ્ન વ્યવહારત:।
शुध्यत्यलिप्तया ज्ञानी, क्रियावान् लिप्तया दृशा ।। (ज्ञानसार ११/६)
૨૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org